કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 36

(31)
  • 7.2k
  • 7
  • 5.6k

" કૉલેજ કેમ્પસ "ભાગ-36દેવાંશ કવિશા સાથેની મીઠી મધુરી અને પહેલી મુલાકાત જાણે ફરી વાગોળતો હોય તેમ તેના ચહેરા ઉપર એક સુમધુર હાસ્ય છવાઈ ગયું અને હસતાં હસતાં તેણે પોતાનું બુલેટ પોતાની કોલેજ તરફ હંકારી મૂક્યું. દેવાંશનું બુલેટ જેવું કૉલેજ કેમ્પસમાં પ્રવેશ્યું કે તરત જ બુલેટનો અવાજ સાંભળીને કવિશાએ પોતાના સિલ્કી વાળની લટ પોતાના મોં સાથે અથડાવતાં પાછળ વળીને જોયું તો તેની આંખો ખુલ્લી ને ખુલ્લી જ રહી ગઈ.... અને મોં પણ ખુલ્લું જ રહી ગયું અને તે બોલી પણ ઉઠી કે, " ઑ માય ગોડ.. આ અહીંયા.. ?? " દેવાંશ તો પોતાની હિરો સ્ટાઈલમાં પોતાના બુલેટની ચાવી આંગળી ઉપર ભરાવીને