જીવાય ત્યાં સુધી વંચાય

  • 2.5k
  • 2
  • 900

પકલાએ જ્યારથી ભણવાનું શરૂ કર્યુ ત્યારથી માંડીને ભણવાનું પુરું થયું ત્યાં સુધી અધધધ ચોપડીઓ વાંચી નાખી છે, હવે તો નોકરી મળી તોય હજુ મારો રોયો કાંઈને કાંઈ વાંચ્યા જ કરે છે....... આખા ગામની પંચાત કુટતા હીરાબાએ મંદિરના ઓટલે બેસી વાત છેડી. પંકજ એ હીરાબાનો પાડોશી. હીરાબાનું કોઈપણ કામ દોડીને કરે. પાડોશીના નાતે હીરાબા પંકજને નાનપણથી પકો તો વળી ક્યારેક પકલો કહીને બોલાવતા. પંકજે M.Sc. M.Ed. ની ડિગ્રી સારા માર્કસ સાથે એક વર્ષ અગાઉ મેળવી છે. અત્યારે નજીકના શહેરમાં એક ખાનગી શાળામાં શિક્ષક તરીકેની નોકરી સ્વીકારી લીધી છે. સવારની પાળીની શાળામાં નોકરી કરી, બપોર પછી પંકજ સરકારી નોકરી મેળવવા માટેની સ્પર્ધાત્મક