ઇકરાર - (ભાગ ૬)

  • 2.5k
  • 1
  • 1.2k

મેં આંખોનો પલકારો કર્યો ને મારી જૂની યાદોમાં ગયેલી આત્મા ઓફિસમાં બેઠેલા મારા શરીરમાં પાછી આવી. મેં બે ત્રણ વાર આંખો પટપટાવી વીતી ગયેલા ભૂતકાળને ખંખેરી નાંખ્યો. ઝાડા થઈ ગયા હોય અને જોરથી છીંક ખાવામાં જે બીક લાગે એવી બીક મારા પ્રેમના ત્રણ ખતરનાક અનુભવો પછી મને સુંદર છોકરી જોઈને પ્રેમમાં પડવામાં લાગવા લાગી હતી. ફ્રેશ થવાના હેતુથી ટેબલ પર પડેલી બોટલમાંથી બે ઘૂંટ પાણી પીને સામે પડેલી ફાઈલમાંથી એક ફાઈલ હાથમાં લઈને હું તેમાં રહેલા ડોક્યુમેન્ટ્સ ચેક કરવા માંડ્યો. એકાદ બે મિનીટ વીતી હશે ત્યાંજ મારી ઓફીસના બારણે પહેલાં બે ટકોરા થયા ને પછી ‘મે આઈ કમિંગ’ નો સુરીલો