મધદરિયે પોઢ્યાં વમળ

  • 2.6k
  • 736

તારીખ : ૦૯-૦૮-૨૦૨૨તન્મય દેસાઈ, ખૂબ જ સુંદર ખેલાડી, કુશળ કોમેન્ટરેટર, અનોખો શિક્ષક, શિસ્તનો આગ્રહી કોચ, ખુશમિજાજ પતિ, અતિ પ્રેમાળ પિતા અને સમાજમાં લોકપ્રિય વ્યક્તિત્વ. તેનાં હાથ નીચેથી પસાર થયેલ બાળક, તેનો એકાદ અદ્ભુત ચમત્કાર જોયા વિના રહ્યો જ ન હોય. ક્યાંય કસુર હોય તો માફ કરવાની તન્મયની વૃત્તિ જ નહીં. પણ, બીજી તરફ, એ જ તન્મય સર, બાળકોને વિચારશક્તિનાં નવાં આયામોનો પરિચય કરાવે કરાવે, શાળામાં તન્મય લગભગ બાર વર્ષથી પી. ટી. ના શિક્ષક તરીકે નોકરી કરે. ડિગ્રી કડક સરકારી પણ, નોકરી ખાનગી શાળામાં એટલે સુપરવાઈઝર મેડમ, પ્રિન્સીપાલ મેડમ, એડમિનીસ્ટ્રેટર સાહેબ અને ટ્રસ્ટી સમુદાયનું તીર તેની તરફ તકાયેલું જ રહે, 'આ