મા એટલે પ્રેમનું અવિરત ઝરણું....

  • 3k
  • 2
  • 866

”મા એટલે પ્રેમનું અવિરત ઝરણું.”માતાનો પ્રેમ તેના બાળક માટે ખૂબ વધારે છે. જો દુનિયામાં કોઈ તમને સૌથી વધુ પ્રેમ કરે છે, તો તે તમારી માતા છે. માતાનો પ્રેમ શબ્દોમાં વર્ણવવો મુશ્કેલ છે. બહારથી કમજોર દેખાતી સ્ત્રીને ભગવાને એટલી મજબૂત બનાવી છે કે જરૂર પડે ત્યારે એ એના મા-બાપનો દિકરો અને પોતાના સંતાન માટે બાપ પણ બની જાય છે.મા આપણું પાલનપોષણ કરવાની સાથે જ જીવનમાં માર્ગદર્શક અને શિક્ષકની ભૂમિકા નિભાવે છે. આપણે આપણા જીવનમાં જે પણ પ્રારંભિક જ્ઞાન કે શિક્ષણ મેળવીએ છીએ તે આપણને મા દ્વારા જ આપવામાં આવે છે. એ જ કારણ છે કે મા પ્રથમ શિક્ષક તરીકે પણ ઓળખાય