શ્રાપિત - 24

  • 2k
  • 1
  • 1k

રૂમમાં આવીને ટેબલ માંથી દવા શોધતાં અવનીને એક જુની તસવીર મળે છે. ફોટાને હાથમાં લેતાં વેત અવનીના મગજમાં એક ભયાનક છબી તરી આવે છે. હાથમાં સળગતી મશાલ સાથે ઉભેલાં ત્રણ ચાર વ્યક્તિઓ અને એક જુનાં ઘરમાં થાંભલા વચ્ચે સળગતી મહિલા.અવનીના ધબકારા વધવા લાગ્યાં. હાથમાં રહેલો ફોટો અવની ઝડપભેર પોતાથી દુર ફેંકી દીધો.અવની નીચેનાં ખાનામાંથી દવા બહાર કાઢી અને ખાનું બંધ કરી રહી હતી. ત્યાં અચાનક પાછળથી દરવાજો બંધ થયો. છમ...છમ...છમ... ઝાંઝરનો અવાજ સંભળાયો. ખાનું બંધ કરી રહેલી અવનીના ધબકારા વધી ગયા. હાથ-પગ સુન્ન થવા લાગ્યાં. પાછળ ફરીને જોવાની હિમ્મત નથી રહેતી. માંડ માંડ હિમ્મત કરીને પાછળ ફરીને જોયું. અડધી સળગી