દશાવતાર - પ્રકરણ 7

(161)
  • 4.6k
  • 3
  • 2.8k

          વિરાટ બીજા દિવસે સવારે મોડો જાગ્યો હતો. સવાર સામાન્ય રીતે અનુપમ હોય છે પણ એ સવારમાં પ્રભાતનો સંતોષ આપે તેવી કોઈ સુંદરતા નહોતી.           એ આળસ મરડીને વાંસના ખાટલામાંથી બેઠો થયો. એણે પૂરતી ઊંઘ લીધી હતી છતા વિચારો હજુ બંધ નહોતા થયા. લોકો કહેતા કે પ્રલય પછી કુદરત લોકોથી રૂઠી ગઈ છે. પ્રલય પહેલાની સવારમાં સુંદરતા હોતી. એ લોકોમાં નવો ઉત્સાહ ભરી દેતી. બાળકોથી લઈને વૃદ્ધો સહુ કોઈ સવારના આનંદમાં થનગની ઉઠતાં. પણ પ્રલય પછી પૃથ્વી પરથી કુદરતી સુંદરતા ચાલી ગઈ હતી. હવે સવાર પણ સૂકી હતી. એમાં કોઈ આનંદ કે સુંદરતા નહોતી. ધરતી માતાએ