રોશનીનું કિરણ

  • 1.5k
  • 1
  • 476

સરકારનું તંત્ર એવા બણગા ફુંકતું હોય છે કે, અમે મોટા-નાના બધા શહેરોમાં ચારે કોર બધી સોસાયટી ગલીઓમાં લાઇટ-પાણી વગેરે જીવનજરૂરીયાતો પ્રજાને પુરી પાડી રહેલ છે. પરંતુ ક્યારેક આ અસત્ય સામે આવ્યા વગર રહેતું નથી. અમદાવાદના મેઘાણીનગરની ઇંદ્રના વિસ્તારમાં લાઇટની પુરી વ્યવસ્થા ન હતી. કાંતીભાઇ પટણીનો નાનો દીકરો રોહિત જે આઠમા ધોરણનો વિદ્યાર્થી હતો. તે ખૂબ જ આજ્ઞાકારી હતો, અને હંમેશા બીજાઓને મદદ કરવા તૈયાર હતો. તેઓ શહેરના એક સાદા વિસ્તારમાં રહેતા હતા, જ્યાં ઈલેક્ટ્રીક થાંભલા તો લગાવવામાં આવ્યા હતા પરંતુ તેના પરની લાઈટો વર્ષોથી ખરાબ હતી અને વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ તેને ઠીક કરતું ન હતું. રોહિત અવારનવાર રસ્તા