ગરીબીનું ગૌરવ

  • 1.6k
  • 1
  • 608

//ગરીબીનું ગૌરવ// કરોડો રૂપિયાની જમીન અને સાડા ત્રણ કરોડનું બાંધકામ. પાંત્રીસ વર્ષની ઉર્વશી બંગલાની બાલકનીમાં ઊભી ઊભી વિચારી રહી હતી : ‘આ બાલ્કની જ આશરે દસ-બાર લાખ રૂપિયામાં બની હશે.’ એને પોતાનાં પિતાનું મકાન યાદ આવી ગયું.શિક્ષક પિતાએ બાર હજારમાં ખરીદ્યું હતું. તેર બાય આઠનો એક રૂમ અને ઉંદરના દર જેવડું રસોડું. રૂમ પણ પાછો ઓલ-ઇન-વન જેવો. સવારના પહોરમાં પિતાજીનો પ્રાર્થનાખંડ. બપોરના સમયે ઊર્જા અને એનાં નાના ભાઇ માટેનો સ્ટડીરૂમ. સાંજે પિતાજી એમાં જ બેસીને વિદ્યાર્થીઓને ટ્યૂશન ભણાવે. રાત્રે બેડરૂમ.‘અત્યારે તો આ બંગલાનો નાનામાં નાનો બાથરૂમ પણ પપ્પાના પૂરા ઘર કરતાં મોટો છે.’ ઉર્વશીના રૂપાળા ચહેરા ઉપર થોડો ગર્વ અને