માતૃ હ્રદય

  • 1.6k
  • 1
  • 546

//‘‘માતૃ હ્રદય// ‘‘પ્રેમ‘‘ આ નાનકડો અઢી અક્ષરનો શબ્દ માનવ જીવન હોય કે અન્ય જીવ હોય દરેક માટે ખૂબ જ મહત્વતા ધરાવતો આ શબ્દ છે. ઈશ્વરે જ્યારે આ અઢી અક્ષરના પ્રેમનું સર્જન કર્યું હશે ત્યારે સૌથી પ્રથમ માતા બનાવવાનું વિચાર્યું હશે ! અનન્વય અલંકારમાં કહીએ તો… વાત્સલ્યની મૂર્તિ એટલે ‘મા‘, ‘મા‘ એટલે વાત્સલ્યની મૂર્તિ. એના જેવી વ્યકિત આ જગતમાં કયાંય મળે એમ નથી ! જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, આ એક જીવને જન્મ આપનાર તે માતાનો જોટો જડવો નામાંકુનિન છે.પોતાના વ્હાલસોયા બાળકને જન્મ આપનાર અને એનું લાલનપાલન કરી જીવનનું સુયોગ્ય ઘડતર કરનાર માતાની મૂલ્યવાન સેવાનો બદલો કોનાથી કયારેય વાળી