દશાવતાર - પ્રકરણ 8

(157)
  • 4.5k
  • 2
  • 2.7k

          વિરાટ ઝૂંપડી બહાર આવ્યો. સૂરજના કિરણો સામે રેત રાતની ઠંડકને સાચવી રાખવા વ્યર્થ મથામણ કરતી હતી. જોકે એ હજુ ઠંડી હતી. તેના પિતા ઝૂંપડી સામેના લીમડાના વૃક્ષ નીચે વાંસના ઇસ-ઉપળાવાળો ખાટલો ઢાળીને બેઠા હતા. ખાટલાની જમણી તરફ ફાનસ લટકાવવાના થાંભલા બાજુ સૂકા લાકડાની સોનેરી આગ સળગતી હતી. શંકુ આકારે ગોઠવેલા આગના તાપણીયામાં તેના પિતા ઘઉંનો પોક શેકતા હતા. ઘઉં વેપારીઓના હતા. શૂન્યો તેમાંથી એક દાણાનો પણ ઉપયોગ ન કરી શકતા છતાં તેના પિતા ટેસથી પોક શેકતા હતા. વહેલી સવારે જઈને એ ખેતરમાંથી ડુંડા ચોરી લાવ્યા હશે કેમકે આજે આગગાડી આવવાની હતી એટલે દરેક વ્યક્તિનું ધ્યાન