શ્રાપિત - 30

  • 2.2k
  • 2
  • 1.1k

આકાશ અને અવની હવેલીએ પહોંચવા આવ્યાં હતાં. લગભગ સવારનાં ચાર વાગવા જેવો સમય થવા આવ્યો છે. તેજપુર મહાદેવનાં મંદિરે આરતીનો શંખનાદ ગુંજ્યો. આરતીનો શંખનાદ છેટ હવેલી સુધી સંભાળાતો હતો. શંખનાદ અવનીના કાનમાં પડતાં અવનીને અચાનક માથામાં જોરથી દર્દ થવા લાગ્યું. અવનીએ જોરથી ચીસ પાડી. બાજુમાં ઉભેલો આકાશ અચાનક ગભરાઈ ગયો. " અવની...અવની...તને શું થાઇ છે "? આકાશ અવનીને પોતાના હાથ વડે હચમચાવીને પુછ્યું. અવની દર્દના કારણે પોતાનાં બન્ને હાથ વડે માથું જકડીને નીચે બેસી જાઇ છે. લગભગ આરતી પુરી થવા આવી હતી. જેવો શંખનાદ બંધ થતાં અવનીના માથામાં થતું દર્દ અચાનક ઠીક થઈ જાઇ છે. " અવની તને શું થયું