એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૧૨

  • 2.7k
  • 1k

નિત્યાએ ઘડિયાળ સામે જોયું તો સાડા પાંચ વાગી ગયા હતા.નિત્યાએ દેવની પર્સનલ સેક્રેટરીને ફોન કરવાનું વિચાર્યું.પછી તરત એણે થોડી વાર રાહ જોવાનું નક્કી કર્યું.છ વાગી ગયા હતા છતાં પણ દેવનો કોલબેક નહોતો આવ્યો.નિત્યાને થોડું અજુગતું લાગવા લાગ્યું હતું અને ટેનશન પણ થતું હતું તેથી નિત્યાએ સીધો જ દેવને ફોન કર્યો.એક વાર રીંગ પુરી થઈ ગઈ છતાં દેવે ફોન ન ઉપાડ્યો એટલે નિત્યાએ બીજી વાર ફોન કર્યો. "હેલો મેમ"દેવનો ફોન કોઈ છોકરીએ ઉપાડ્યો. "હેલો,હૂ ઇસ ધીસ?"નિત્યાએ પૂછ્યું. "હેલો મેમ,હું સરની પર્સનલ સેક્રેટરી બોલું છું" દેવે પોતાની પી.એ ઇન્ડિયન રાખી હતી જેથી દેવની બધી જ જરૂરિયાત સારી રીતે સમજી શકે. "ઓહ!,જાનકી તું....."