કનેક્શન-રૂહ સે રૂહ તક - 30

(11)
  • 2.6k
  • 1.2k

૩૦.જુઠ્ઠાણું પકડાયું શિવ અપર્ણાને પોતાનો પ્લાન કહ્યાં વગર જ જતો રહ્યો. એનાં લીધે અપર્ણા આખી રાત પરેશાન રહી. સવારે એની ઉંઘ પણ જલદી જ ઉડી ગઈ. શાંતિબાઈ આવીને એનાં કામે લાગી ગઈ હતી. અપર્ણા તૈયાર થઈને બહાર આવી. એણે હોલમાં બેસીને ન્યૂઝ પેપર હાથમાં લઈને ક્હ્યું, "શાંતિબાઈ! મારી ચા." અપર્ણાનો અવાજ સાંભળીને શાંતિબાઈ તરત જ ચા લઈને આવી. એણે અપર્ણાને ચાનો કપ આપતાં કહ્યું, "આજે તમે જલ્દી ઉઠી ગયાં." "તો શું નાં ઉઠી શકાય?" અપર્ણાએ શાંતિબાઈ સામે આંખો કાઢીને કહ્યું. શાંતિબાઈ અપર્ણાનું એ રૂપ જોઈને કિચનમાં જતી રહી. એનાં ગયાં પછી અપર્ણાને ખુદ ઉપર જ ગુસ્સો આવ્યો. એ ચાની ચૂસકી