આપણું શું?...એકલતા કે એકાંત...

  • 2.8k
  • 2
  • 842

આપણા જીવનમાં આપણું શું? અહી કોઈ સ્વાર્થની કે બીજા સાથે નહિ જોડાવાની વાત નથી,પણ એક સમજ ની વાત છે.અંતરના ઊંડાણમાં થોડું ડોકિયું કરવાની વાત છે.થોડી લાગણી ની બાબતમાં આત્મનિર્ભરતા ની વાત છે.મુશ્કેલ સમયમાં આંતરિક દૃષ્ટિ કેળવવાની વાત છે. આપણા જીવનમાં આપણું શું?બધું જ તો બીજા સાથે જ જોડી ને જીવીએ છીએ.આપણું સુખ,આપણું દુઃખ,આપણી ખુશી,આપણી લાગણી,આપણા ગમા- અણગમા,આપણું વર્તમાન,ભૂતકાળ અને ભવિષ્ય પણ,આપણી લાચારી,મજબૂરી અને સ્વમાન પણ....ટુંકમાં સઘળું,મોટા ભાગનું... આપણી બહાર ની દુનિયા તો ચોકકસ પણે...પણ આપણી અંદર ની સંવેદનાઓ પણ જાણે બીજા પર જ આધારિત છે. એક સવાલ પોતાની જાત ને પૂછવા જેવો છે... કે આપણે એકલા હોય તો શું માણી