ધૂપ-છાઁવ - 77

(24)
  • 3.4k
  • 2
  • 1.9k

ગણેશ સ્થાપન અને પછી પીઠીની વિધિ ચાલી... અપેક્ષા અને ઈશાન બંનેને સામસામે પીઠી માટે બેસાડી દેવામાં આવ્યા હતા. અપેક્ષા તરફથી જાતજાતના ફટાણાં ગવાતાં અને દરેક ગીતમાં ઈશાન ઉપર અને અપેક્ષાના સાસુ સસરાને એટલે કે વેવાઈ તેમજ વેવાણને ટોણાં મારવામાં આવતાં. ખૂબજ ખુશીથી વાતાવરણ જાણે મહેંકી ઉઠ્યું હતું દરેકનાં આનંદનો કોઈ પાર નહોતો અપેક્ષા અને ઈશાન બંને તો ખૂબજ ખુશ હતાં. પીઠની વિધિ પૂરી થઈ એટલે અપેક્ષા અને ઈશાન બંને નાહીધોઈને તૈયાર થયા અને પછી જમવાનું ચાલ્યું. ઈશાનના મમ્મી પપ્પા ઈશાન એકલો પડે તેની રાહ જ જોઈ રહ્યા હતા અને પોતાના રૂમમાં ઈશાન એકલો તેમને મળ્યો એટલે તેમણે ઈશાનને શેમના ડરને