Dhup-Chhanv - 77 in Gujarati Moral Stories by Jasmina Shah books and stories PDF | ધૂપ-છાઁવ - 77

ધૂપ-છાઁવ - 77

ગણેશ સ્થાપન અને પછી પીઠીની વિધિ ચાલી... અપેક્ષા અને ઈશાન બંનેને સામસામે પીઠી માટે બેસાડી દેવામાં આવ્યા હતા. અપેક્ષા તરફથી જાતજાતના ફટાણાં ગવાતાં અને દરેક ગીતમાં ઈશાન ઉપર અને અપેક્ષાના સાસુ સસરાને એટલે કે વેવાઈ તેમજ વેવાણને ટોણાં મારવામાં આવતાં. ખૂબજ ખુશીથી વાતાવરણ જાણે મહેંકી ઉઠ્યું હતું દરેકનાં આનંદનો કોઈ પાર નહોતો અપેક્ષા અને ઈશાન બંને તો ખૂબજ ખુશ હતાં. પીઠની વિધિ પૂરી થઈ એટલે અપેક્ષા અને ઈશાન બંને નાહીધોઈને તૈયાર થયા અને પછી જમવાનું ચાલ્યું. ઈશાનના મમ્મી પપ્પા ઈશાન એકલો પડે તેની રાહ જ જોઈ રહ્યા હતા અને પોતાના રૂમમાં ઈશાન એકલો તેમને મળ્યો એટલે તેમણે ઈશાનને શેમના ડરને કારણે યુએસએ છોડીને તું અહીં ઈન્ડિયામાં સેટલ થઈ જાય તો સારું તેમ સમજાવ્યું અને તેની આગળ ઈન્ડિયામાં સેટલ થવાનો પ્રસ્તાવ મૂક્યો અને તેના મોમ ડેડ બંનેએ તેને ખૂબ સમજાવ્યો પરંતુ બાળપણથી જ યુ એસ એ માં રહેલો અને ત્યાં જ ભણેલો ગણેલો ઈશાન ઈન્ડિયામાં સેટલ થવા માટે તૈયાર નહોતો પરંતુ આ વાત તેના મોમ અને ડેડ બંને માનવા તૈયાર નહોતા તેથી મોમ ડેડના ખૂબ આગ્રહને કારણે તેણે પોતાના મોમ ડેડને કહ્યું કે, "તમે આટલો બધો ફોર્સ કરો છો તો જોઉં, હું અપેક્ષાને પણ પૂછી જોઉં કે તેની શું ઈચ્છા છે? પછી ડીસીસન લઉં"

થોડીવાર પછી ઈશાન અપેક્ષાની પાસે ગયો અને પોતાના મોમ ડેડની આ ઈચ્છા તેણે તેની આગળ વ્યક્ત કરી અપેક્ષા તો આ વાત સાંભળીને જ ચોંકી ઉઠી અને તરતજ તેના દિમાગમાં મિથિલ આવી ગયો અને જાણે તે ધ્રુજી ઉઠી અને તેના વિચારોમાં ખોવાઈ ગઈ કે હું અહીં ઈન્ડિયામાં જ સેટલ થઈ જઉં તો મિથિલ મારો પીછો જ ન છોડે અને કદાચ પોલીસ કમ્પલેઈન કર્યા કરું તો પણ ગમે તે રીતે તે મને હેરાન તો કર્યા જ કરે અરે મારા નાકમાં દમ લાવી દે અને મારું તો જીવવું પણ મુશ્કેલ બનાવી દે પોતાના આ વિચારોમાં ખોવાયેલી તેનાથી એકદમ બોલાઈ ગયું કે, "ના ના હોં અહીં ઈન્ડિયામાં નહીં અહીં શું કામ?" અને આટલા વિચાર માત્રથી તેને આખાયે શરીરે જાણે પરસેવો પરસેવો થઈ ગયો હતો તેને આમ વિમાસણમાં જોઈને ઈશાને તેનાં બંને ખભા ઉપર હાથ મૂક્યા અને તેને પૂછવા લાગ્યો કે, "શું થયું અપુ કેમ આમ અચાનક ચોંકી ઉઠી? તારી ઈચ્છા અહીં ઈન્ડિયામાં સેટલ થવાની ન હોય તો આપણે નહીં થઈએ તું ચિંતા ન કરીશ."
અને ઈશાને અપેક્ષાને સાંત્વના આપી પરંતુ અપેક્ષાના દિલોદિમાગમાંથી જાણે મિથિલ ખસતો જ નહોતો કારણ કે આ વખતે તેને મિથિલે ખૂબજ હેરાન કરી હતી અને તેથી તેનો ડર તેનાં મનમાંથી ખસતો નહોતો.

બંને વચ્ચે આ વાતચીત ચાલી રહી હતી અને ઇશાનની મોમ આવ્યા એટલે ઈશાને પોતાનું ડીસીસન તેમને જણાવી દીધું પણ છતાં ઈશાનની મોમ હજુપણ પોતાના જીવથી પણ વ્હાલા પોતાના એકના એક દિકરાને શેમની નજર માત્રથી દૂર રાખવા ઈચ્છતા હતા એટલે તેને સમજાવવાની કોશિશ કરવા લાગ્યા કે, "બેટા, કદાચ થોડો ટાઈમ ઈન્ડિયામાં તમને નહીં ગમે પછીથી ગમવા લાગશે અને આ અપેક્ષા તો અહીં ઈન્ડિયામાં જ રહેલી છે એટલે તે તો અહીંની જાણકાર પણ છે અને મને લાગે છે કે તેને અહીં જ વધારે ગમશે અને તારા આ ડીસીસનથી તો લક્ષ્મીબેન પણ ખૂબજ ખુશ થઈ જશે કારણ કે પોતાની વ્હાલસોઈ દીકરી પોતાની નજર સામે રહે તે કોને ન ગમે?"

ઈશાન જરા અકળાઈને જ બોલ્યો કે, "મોમ તમે શાંતિ રાખો આમ પાછળ ન થઈ જશો અપેક્ષા જ અહીં ઈન્ડિયામાં સેટલ થવા માટે તૈયાર નથી જરા મારી વાત તો સાંભળો બસ આ એકની એક વાતમાં પાછળ જ પડી જાવ છો!"

ઈશાનની આ વાતથી ઈશાનની મોમ થોડા શાંત પડ્યા અને ઈશાનને કહેવા લાગ્યા કે, "અચ્છા એવું છે? પણ કેમ બેટા અપેક્ષાને શું વાંધો છે?"
આ બધી વાતોથી ઈશાન પણ થોડો ડિસ્ટર્બ થઈ ગયો હતો અને તે બોલ્યો કે, "તે તમે અપેક્ષાને જ પૂછો"
અને ઈશાનની મોમે પ્રશ્નાર્થ ચહેરે જવાબની અપેક્ષાએ અપેક્ષા સામે જોયું....
હવે અપેક્ષા પોતાની સાસુમાના આ અઘરા પ્રશ્નનો શું જવાબ આપે છે તે આપણે આગળના ભાગમાં જોઈએ.....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
19/10/22

Rate & Review

Hina Thakkar

Hina Thakkar 4 weeks ago

milind barot

milind barot 1 month ago

Anjali Patel

Anjali Patel 1 month ago

Sangita Doshi

Sangita Doshi 4 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 4 months ago