પ્રકાશ નું પર્વ એટલે દીપાવલી

  • 2.2k
  • 1
  • 766

દિવાળી એટલે ઝગમગતાં દિવડાઓનો ઉત્સવ. આ ઉત્સવ સંસ્કૃતમાં ‘દિપાવલી’ અને પ્રાકૃતમાં ‘દિવાલિયા’ નામે જાણીતો છે. દિવાળીએ ભારતનો અતિ પ્રાચીન ઉત્સવ ગણાય છે. પ્રારંભમાં આ ઉત્સવ ઋતુ ઉત્સવના રૂ૫માં હતો ૫છી સિધુ સંસ્કૃતિના યુગમાં આ ઉત્સવ નેસર્ગિકરૂપે ઉજવાતો હતો. ૫છી સમય જતાં એ કૃષિ ઉત્સવ તરીકે ઉજવાતો થયો ત્યાર૫છી એણે લોકઉત્સવનું રૂપ ઘારણ કર્યુ.દિવાળીનો ઉત્સવ વાઘબારસ, ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતુ વર્ષ અને ભાઇબીજ એમ છ દિવસ સુઘી ચાલતો તહેવાર છે.દિવાળી આવે એ ૫હેલાં જ લોકો પોતાના ઘરની સાફ-સફાઇ કરી દે છે. જુની વસ્તુઓ કાઢીને નવી વસ્તુઓ વસાવે છે. નવા ક૫ડાં ખરીદે છે. બહારગામ રહેતાં લોકો દિવાળી આવતા પોતાના વતનમાં ફરે