હાસ્ય લહરી - ૪૪

  • 2.3k
  • 740

જલેબી એ ફાફડાની ધણીયાણી નથી..!                                   દાંત હોય કે ના હોય, ફાફડા જલેબીનું એકવાર નામ પડવું જોઈએ, મોંઢાની રેતાળ ભૂમિ પણ ભેજવાળી થઇ જાય. ફાફડા-જલેબીનો એ જાદુ છે કે, દેહની એક્ષ્પાયરી ડેઈટ પૂરી થવા છતાં, ફાફડા-જલેબીના ઉલાળિયા કરવા દશેરા-દર્શન કરવા દેહને ખેંચી નાંખતા હોય..!  દશેરાના ફાફડા જલેબી ખાવા એટલે, કોઈપણ દેવી-દેવતાના પ્રસાદ ખાધા જેટલું એનું મહાત્મ્ય લાગે..! શું આ બંનેનું જોડું છે..? સારસ અને સારસી જેવું..! ચારેય યુગથી અખંડ દીવાની માફક બંને અખંડ..! સાલી ખૂબી એ વાતની, કે જલેબીએ ક્યારેય ફાફડાનું પાનેતર ઓઢ્યું નથી. છતાં ધણી-ધણીયાણી જેમ બંનેના નામ બોલાયા કરે. એવાં અગાઢ પ્રેમના પ્રેમલા-પ્રેમલી હોય તેમ, બંને એકબીજા વગર અધૂરા..!