હાસ્ય લહરી - ૪૯

  • 1.9k
  • 746

આધી-વ્યાધી-ઉપાધી ને સમાધી                                     અસ્સલના વડવાઓ (વડવાઓ અસ્સલના જ હોય, ઘોંચું..! એમાં ચાઈનાનો  માલ નહિ આવે કે  ડુપ્લીકેટ નીકળે..!) એ લોકો ‘દલ્લો’ સંતાડીને રાખતા,  પણ જીવતા દિલ ખોલીને. એક્ચ્યુલી મારી દાદીમાની વાત કરું તો, એમણે મને એક વાત કહેલી કે,  ‘તું જન્મ્યો ત્યારે જનમટીપની સજામાંથી નિર્દોષ છૂટીને આવ્યો હોય એમ, હસતા-હસતા જન્મેલો. તારા મામાનાં તો મોતિયા મરી ગયેલા કે, ભાણીયો કૃષણ બનીને મામાનું કાસળ કાઢવા હસતો-હસતો આવ્યો કે શું..? તને રમાડવા લાવેલા ઘૂઘરા પણ તને જોઇને ડોળા ચઢાવી ગયેલા.  ધ્રુસકે ચઢેલા. ઘૂઘરા વાગવાને બદલે રડેલા વધારે. ફાયદો એ થયેલો કે, કોઈનું છોકરું રડે તો, તેમના છોકરાને હસાવવા માટે તને ભાડે