હાસ્ય લહરી - ૬૨

  • 1.7k
  • 598

ધોતિયું ઝાકમઝોળ..!                                 કોના ઘરમાં ધોતિયાવાળાની કેટલી સિલ્લક છે, એવું સર્વે હજી સુધી કોઈએ કર્યું  નથી, ને આપણને ‘ટાઈમ’ પણ નથી. ધોતિયાવાળા સામે મળે તો પ્રણામ કરવાના સંસ્કાર પણ વિસરાતા સૂર જેવા થવા માંડ્યા. ઉમરની છેલ્લી ઓવર ચાલતી હોય એ મહાત્માઓ પણ બરમૂડા પહેરીને બકાલું લેવા બહાર નીકળવા માંડ્યા. જો કે આ કોઈ રશિયા-યુક્રેન’ જેવો લડાયક પ્રશ્ન નથી. પણ વિચાર એ વાતનો આવે કે, સાલું હાસ્ય-લેખક થયા એટલે, જુદાં-જુદા વિષયોને શોધવા માટે મગજમાંથી કેટલાં ધુમાડા કાઢવાના..? બટાકામાં સુગર કેટલી છે, એ શોધી આપનારને વૈજ્ઞાનિક કહેવાય, પણ હાસ્ય માટે વિષય શોધનારને  વૈજ્ઞાનિક તો ઠીક, કોઈ આધુનિક પણ કહેતું નથી. એના કપાળમાં