હાસ્ય લહરી - ૭૦

  • 1.8k
  • 572

જેના ખિસ્સા ખાલી એના વળતા પાણી....!                 કાનમાં કીડી ભરાય ગઈ હોય એમ ખાલી ખિસ્સાએ લુખ્ખી તલવારબાજી કરવા નીકળ્યો છું. જેના ખિસ્સા જ કડકાબાલુસ હોય, એ ખિસ્સામાંથી, શું કબુતર કાઢવાનો..? ધગધગતા રસ્તા ઉપર પગરખાં વગર જ પ્રવાસ કરવા જેવી વાત થઇ ને..? શું ખિસ્સાની તાકાત છે યાર..? કદમાં વામન, પણ ભરેલા ખિસ્સા ભલભલાને વિરાટ બનાવી દે..! ( અંબાણીશેઠનું નામ કોણ બોલ્યું..?) પેટ માટે વેઠ કરીને, આજે આખી દુનિયા ખિસ્સા ભરવા દૌડે છે..! ભરેલા ખિસ્સાવાળો દુનિયાને ખિસ્સામાં રાખી શકે. ને ખાલી ખિસ્સાવાળો પાવડા હલાવી ખિસ્સા જ વેતરતો હોય..! સબ ભગવાનકી માયા હૈ..! ભગવાને ઠાંસી-ઠાંસીને શરીરને બધ્ધું આપ્યું, અમુક તો ડબલ-ડબલ પણ આપ્યું. વગર માંગણીએ બબ્બે મગજ પણ આપ્યાં. હવે, બબ્બે મગજ કેમ આપેલા