રાધેશ્યામ - 5 - છેલ્લો ભાગ

  • 1.8k
  • 1
  • 834

//રાધે-શ્યામ-૫//નદી-કાંઠે ધોળી માટીના ઓરિયા હતા. આખી પૂરા ગોહિલવાડ પંથકમાં એ માટી પંકાતી. ગાર-ઓળીપામાં એનો તે કાંઇ રંગ ઊઘડતો ! દયાશંકરે નવું પરણેતર, એટલે પોતાના ઓરડામાં એ ધૂળની ગાર કરાવવી ગમતી. કેડ્યે પોતાની નાની કીકલીને તેડી. ખંભે કોસ ઉપાડી, માથા પર પછેડી લઇ મંજુલાએ ઓરિયાની માટી લેવા ઘણી વાર જતી. સવાર-સાંજ તો ઘરકામ હોય, તેથી ભર બપોરે જતી. ગામથી અરધો ગાઉ દૂરના એ ઓરિયા પાસે થઇને જ રાધેશ્યામના હલકારાનો કેડો જાતો. એ રીતે કોઇકોઇ વાર એ નદીપ્રવાહ, એ બળતો વગડો અને એ હૈયાશૂન્ય ત્રણેયના નિત્ય સંગાથમાં એક ચોથી વ્યક્તિ ભળતી પતિ વિનાની મંજૂલા. મંજુલાની કીકલી સારુ રાધેશ્યામ પોતાની કેડ્યે પીપરર્મીટની પડીકી