કનેક્શન-રૂહ સે રૂહ તક - 31

(12)
  • 2.7k
  • 2
  • 1.2k

૩૧.એક માત્ર ઓપ્શન અપર્ણાને ઘરે આવીને પણ ક્યાંય ચેન ન હતું. એ હોલમાં અહીંથી તહીં ચક્કર લગાવી રહી હતી. શૂટિંગ પરથી પરત ફર્યા પછી એ ચાર ચાનાં કપ ખાલી કરી ચુકી હતી. આજે ટેન્શનમાં એણે કોફી છોડીને ચા પીવાનો નિર્ણય કર્યો હતો. જેનું એક જ કારણ હતું. મુના બાપુનાં બંગલે શું થયું હશે? આ સવાલનો જવાબ એને શિવ સિવાય કોઈ આપી શકે એમ ન હતું. શિવ અપર્ણાને કંઈ જણાવશે કે નહીં? એની પણ અપર્ણાને ખબર ન હતી. એટલે કોફી તો કંઈ આખો દિવસ પી નાં શકાય. એનાં લીધે એ એક પછી એક ચાનાં કપ ખાલી કરી રહી હતી. "શાંતિબાઈ! ચા."