ડબલ XL

(11)
  • 2.2k
  • 892

ડબલ XL-રાકેશ ઠક્કરજાડા શરીરને શરમજનક ગણવાના મુદ્દા પર નિર્દેશક સતરામ રમાનીએ ફિલ્મ 'ડબલ XL' બનાવી છે. એમાં ભારે શરીરવાળી સોનાક્ષી સિંહા અને હુમા કુરેશીની કેટલાક સંવાદોમાં હલ્કી- ફુલ્કી થોડી કોમેડી જરૂર છે. પરંતુ કદકાઠી સામાન્યથી વધુ હોય એમાં સ્ત્રીના અંગત જીવનને બદલે વ્યવસાયિક જીવન પરની એની અસર બતાવી છે. જે મુદ્દા પર ફિલ્મ બનાવી છે એના માટે નિર્દેશક બહુ સંવેદનશીલ દેખાતા નથી.ફિલ્મની કોઇ ટ્વિસ્ટ કે ટર્ન વગરની વાર્તા એવી છે કે રાજશ્રી (હુમા) ની ઉંમર ૩૦ થી વધી ગઇ હોવાથી માતાને લગ્નની ચિંતા કોરી ખાય છે. દીકરીના લગ્ન ન થવાનું કારણ માતા એના જાડા શરીરને માને છે ત્યારે દાદી અને