સુરક્ષા કવચ

  • 1.4k
  • 1
  • 532

સુરક્ષાકવચ હેરીના કોઈ જટિલ કામમાં ફસાઈ ગઈ હતી. ક્યારેક આમ થતું હતું. જ્યારથી નોકરીમાં પ્રગતિની રફતારે વેગ પકડેલ હતી તેની સાથે સાથે, જવાબદારી અને કામનો બોજ પણ વધ્યો હતો. પહેલાની જેમ, આજે પાંચ વાગી ગયા કે તરત જ ઉઠવું અને ટેબલ છોડવું શક્ય ન હતું. હવે તો પગાર પણ ડબલ થઈ ગયો હતો, કામ કરવું પડતું. તેથી જ હવે દરરોજ સાંજના સાત લગભગ વાગી જતાં હતાં.શિશિર ઋતુના સમયમાં, ધુમ્મસની ચાદર જ્યારે ચારે બાજુ ફેલાઈ જતી હોય છે અને અંધારું પણ જલ્દી થઈ જતું હોય છે. આ કારણે હેરીનાને ઘરે એકલી જતા થોડો ડર લાગવા લાગ્યો. આ દિવસોમાં શહેરના રસ્તાઓ રાતના સમયે