ઉંચાઇ

(20)
  • 2.4k
  • 728

ઉંચાઇ-રાકેશ ઠક્કરનિર્દેશક સૂરજ બડજાત્યાની ફિલ્મ 'ઉંચાઇ' એ અનેક બાબતે નામ સાર્થક કર્યું છે. ફિલ્મમાં અનેક જગ્યાએ અને પાત્રોના માધ્યમથી પણ ટાઇટલને ન્યાય આપ્યો છે. એમણે સિનેમાને નવી ઉંચાઇ આપવા સાથે કલાકારોના અભિનયની નવી ઉંચાઇ પણ બતાવી છે. લાંબા સમય પછી એક સારા વિષય પર ફિલ્મ આવી છે. સમીક્ષકોએ ફિલ્મની વધુ પડતી લંબાઇ અને સામાન્ય ગીતોની બે ખામી ગણાવીને બાકી બધી જ બાબતે વખાણ કર્યા છે. ગીત- સંગીત માટે જાણીતા રાજશ્રીના બેનરની આ ફિલ્મનું દરેક ગીત ભલે વાર્તા મુજબનું હોય પણ અમિત ત્રિવેદી એકપણ મધુર અને યાદગાર ગીત આપી શક્યા નથી. અલબત્ત સૂરજે અનેક જગ્યાએ જૂના ગીતોનો સરસ રીતે ઉપયોગ કર્યો