દશાવતાર - પ્રકરણ 29

(154)
  • 3k
  • 3
  • 1.8k

પદ્મા તેની માની માનસિક બીમારી ઠીક કરવા માંગતી હતી. બની શકે તેટલી ઝડપે એ એવો કોઈ ઉપાય શોધવા માંગતી હતી જે તેની માને હોશમાં લાવી શકે. એટલે જ એ ગુરુ જગમલના આશ્રમમાં જોડાઈ હતી. એ આયુર્વેદ તરીકે ઓળખાતા જ્ઞાનના પુસ્તકોનો અભ્યાસ કરતી. એ અનેક જડીબુટ્ટીઓ અજમાવી ચૂકી હતી પણ કોઈ જડીબુટ્ટીની અસર માનસીક બીમારી પર નહોતી થતી. એણે જ્ઞાનના પુસ્તકોમાં કેટલીક એવી જડીબુટ્ટીઓ વિશે વાંચ્યું હતું જે માનવની યાદદાસ્ત ભુલાવી નાખે. એ એવી જડીબુટ્ટી મેળવવા માટે આખું જંગલ ભટકી પણ એવી કોઈ જડીબુટ્ટી તેને મળી નહોતી. એ તેની માને ભૂતકાળના દુખોમાંથી બહાર લાવવા માટે તેની યાદદાસ્ત ચાલી જાય તેવી જડીબુટ્ટી