ડાયરી - સીઝન ૨ - ઘાલખાધ

  • 3k
  • 1.8k

  શીર્ષક : જીવનના ખાતાની ઘાલખાધ      ©લેખક : કમલેશ જોષી   અગિયારમું-બારમું ભણતા ત્યારે અકાઉન્ટમાં એક શબ્દ આવતો: 'ઘાલખાધ' એટલે કે ડૂબેલું લેણું. વેપારી પાંચ-પચ્ચીસ ગ્રાહકોને માલ ઉધાર આપતો હોય તો એવું બને કે એકાદ-બે ગ્રાહક સાચા કે ખોટા કારણોસર ઉધારી ચૂકવે નહિ, એ રકમ એટલે કે વેપારીનું નુકસાન, ડૂબેલી રકમ, ડૂબેલું લેણું, ઘાલખાધ. પચ્ચીસમાંથી બાવીસ કે ચોવીસ ગ્રાહકો ઈમાનદારીથી ઉધારી ચૂકવી જતા હોય એટલે ઉધારનો ધંધો આમ તો ફાયદાકારક જ હોય પણ બે'ક જણાં એવા નીકળે જે સંજોગોવશાત અથવા જાણીજોઈને સીધા ન ચાલે, ઠાગાઠૈયા કરે તો એ નુકસાન માટે વેપારીએ તૈયાર રહેવું જોઈએ. દરેક જગ્યાએ પ્રસંગોમાં, સંબધોમાં