ડાયરી - સીઝન ૨ - જીવનની બેટરી

  • 2.3k
  • 1k

  શીર્ષક : જીવનની બેટરી     લેખક : કમલેશ જોષી   સાવ નાની વાતમાં ‘મરી જનારા’ લોકોની સંખ્યા દિવસે-દિવસે વધતી જાય છે. વ્હીકલમાં પંચર પડે તો મરી ગયા, બસ ચૂકી જાય તો મરી ગયા, ક્યાંક કોઈ જોઈ જાય તો મરી ગયા, જે દુકાને વસ્તુ લેવા ગયા હોય એ બંધ હોય તો મરી ગયા, બિલ વધુ આવે તો મરી ગયા, લાઈટ જાય તો મરી ગયા, જયારે જુઓ ત્યારે બસ મરી ગયા, મરી ગયા. સ્કૂલમાં ભણતા ત્યારે અમારા પી.ટી. ટીચર ઘણી વાર કહેતા ‘શું મરેલાની જેમ હાથ પગ હલાવો છો.. સ્ફૂર્તિ રાખો...’ અમને થતું મરેલા લોકો ક્યાં હાથ પગ હલાવતા હોય છે?