ધીમી પણ મક્કમ ગતિએ રોજ મરતો રહેતો માણસ

  • 2.1k
  • 710

*ધીમી પણ મક્કમ ગતિએ રોજ મરતો રહેતો માણસ!******************************************* આ એક લાઈન..ફક્ત એક જ લાઈનને બહુ જુદાં જુદાં દ્રષ્ટિકોણથી જોઈ શકાય છે.એ મરવું વાતાવરણનો બદલાવ કે ગ્લોબલ વોર્મિંગ કે ઍઇર પોલ્યુશન કે કોઈપણ પર્યાવરણને લગતી સમસ્યાઓ વિષે પણ હોઈ શકે!મોંઘવારી,રોજબરોજના જીવનમાં દુનિયા સાથે કદમ મિલાવવા માટેની હાડમારી પણ હોઈ શકે!ઈમોશનલ લેવલ કાં તો બહુ હાઈ થાય કાં તો સાવ જ ડાઉન જાય એ પણ હોઈ શકે!પણ હું રોજીંદી લાઈફમાં, રેઢિયાળ ઘરેડ ગોઠવવામાં કરવા પડતાં એડજસ્ટમેન્ટ અને ઈમોશનલ કૉમ્પ્રોમાઇઝીસની વાત કરવા માંગુ છું. એક સ્મૂધર શૉલથી લપેટેલો શબ્દ છે "સમાધાન વૃત્તિ"!ખરેખર તો એ ચાર વ્યક્તિમાં સારાં દેખાવા,સામાજિક ઢાંચામાં એ ઢાંચા મુજબ પોતાને