એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૨૪

  • 1.9k
  • 630

કાવ્યાએ યશનો હાથ પકડીને એને પણ પહેલી બેન્ચ પર બેસાડ્યો.કાવ્યા અને યશના ત્યાં બેસવાથી પેલા અજાણ છોકરાની નજર કાવ્યા અને યશ પર પડી.એને પોતાનું ઈન્ટરોડક્શન આપતા કહ્યું,"હેલો,આઈ એમ ક્રિશ" ક્રિશે હેન્ડશેક કરવા માટે હાથ આગળ વધાર્યો.કાવ્યાએ ધીમે ધીમે હાથ આગળ વધાર્યો અને ક્રિશની આંખોમાં ખોવાઈ ગઈ હોય એમ ફ્રીઝ થઈ ગઈ.યશે કાવ્યાને સહેજ ધક્કો મારીને કાવ્યા અને ક્રિશ હાથ છોડાવીને ક્રિશને હાથ મિલાવતાં કહ્યું,"હેલો આઈ એમ યશ" "નાઇસ ટૂ મીટ યૂ બોથ"ક્રિશે કહ્યું. "વી ટૂ"યશે જવાબ આપ્યો. કાવ્યા હજી પણ ક્રિશની સામે જ જોઈ રહી હતી.એટલામાં ક્લાસમાં પ્રોફેસર આવી ગયા.બધા સ્ટુડન્ટસ પ્રોફેસરના વેલકમ માટે ઉભા થયા.પ્રોફેસરે ઇશારાથી બધાને બેસવાનું કહ્યું