એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૨૫

  • 2k
  • 1
  • 644

નિત્યા અને જાનકી બેસીને વાત કરી રહ્યા હતા એટલામાં નિત્યાને દેવના બર્થડેના દિવસે જાનકીએ કહેલી અધૂરી વાત યાદ આવતા પૂછ્યું,"અચ્છા,તું મને પેલા દિવસે કંઈક વાત કરવાની હતી.શું વાત હતી?" અચાનક નિત્યાનો આ સવાલ સાંભળી જાનકી થોડું ચોંકી ગઈ.એને સુજ્યું નહીં કે એને શું જવાબ આપવો.જાનકીએ વાતથી અજાણ બનવા માટે કહ્યું,"કંઈ વાત?" "કાલ હું ઓફીસ આવી ત્યારે તે કહ્યું હતું ને કે મારે તમારી સાથે વાત કરવી છે એ" જાનકીએ વિચારવાનું નાટક કર્યું પછી બોલી,"અમમ...મને કંઈ યાદ નથી આવતું" "અરે કાલ તે કહ્યું હતું એટલામાં ભૂલી ગઈ?" "લેટ ઇટ ગો મેમ,ઈમ્પોર્ટન્ટ નઈ હોય એટલે જ ભુલાઈ ગયું" "અચ્છા...બરાબર" જાનકી વિચારવા લાગી,"આઈ