ધૂન લાગી - 31

  • 1.7k
  • 1k

આકાશમાં મોતી જેવી ચમક હતી. સૂર્યપ્રકાશનાં કિરણોએ વાતાવરણને પ્રકાશિત કરી દીધું હતું. મધુર પક્ષીઓનાં ગીતો સવારનાં વાતાવરણમાં વહી રહ્યાં હતાં. ઊગતાં સૂરજે સવારનાં આકાશમાં ગુલાબી રંગ ફેંક્યો હતો. મંગળ સ્નાન માટેની તૈયારીઓ પૂલ સાઈડ એરિયા પર થઈ ગઈ હતી. બે કમળ આકારનાં પાત્રો પૂલનાં કિનારે રાખવામાં આવ્યાં હતાં. બંને વચ્ચે કાપડનો પડદો રાખવામાં આવ્યો હતો. સફેદ રંગની આછેરી સાડી પહેરીને, ખુલ્લાં કેશ સાથે અંજલી અને ખુલ્લાં શરીર સાથે, નીચે સફેદ ધોતી પહેરીને કરણ મંગળ સ્નાન માટે આવ્યાં. બંનેને તેમનાં કમળ પાત્રમાં બેસાડવામાં આવ્યાં. કેસર, ચંદન, કુમકુમ અને પુષ્પયુક્ત પાણીથી બંનેને સ્નાન કરાવવામાં આવ્યું. સૂર્યનાં કિરણો પડતાં કરણનું શરીર તેજમય દેખાઈ