OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

Matrubharti Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
Matrubharti
  • English
    • English
    • हिंदी
    • ગુજરાતી
    • मराठी
    • தமிழ்
    • తెలుగు
    • বাংলা
    • മലയാളം
    • ಕನ್ನಡ
    • اُردُو
  • About Us
  • Books
      • Best Novels
      • New Released
      • Top Author
  • Videos
      • Motivational
      • Natak
      • Sangeet
      • Mushayra
      • Web Series
      • Short Film
  • Contest
  • Advertise
  • Subscription
  • Contact Us
Publish Free
  • Log In
Artboard

To read all the chapters,
Please Sign In

Dhun Lagi by Keval Makvana | Read Gujarati Best Novels and Download PDF

  1. Home
  2. Novels
  3. Gujarati Novels
  4. ધૂન લાગી - Novels
ધૂન લાગી by Keval Makvana in Gujarati
Novels

ધૂન લાગી - Novels

by Keval Makvana Matrubharti Verified in Gujarati Love Stories

(174)
  • 26.5k

  • 37.4k

  • 35

કેરળમાં રહેતી એક અનાથ યુવતી અંજલી અને મુંબઈમાં રહેતાં એક બિઝનેસમેન કરણની આ એક અનોખી પ્રેમ કહાની છે. કરણ અને અંજલીનાં જીવનમાં ઘણાં વળાંકો આવે છે. શું તેઓ એકબીજા પર વિશ્વાસ કરીને સાથ આપી શકશે કે પછી વિષમ પરિસ્થિતિઓ ...Read Moreઅલગ કરી દેશે? જાણવાં માટે વાંચો... ધૂન લાગી

Read Full Story
Download on Mobile

ધૂન લાગી - Novels

ધૂન લાગી - 1
(ફોનની ઘંટડી વાગી.) વિજય ફોન ઉપાડીને બોલ્યો "હેલ્લો! કોણ બોલે છે?" "ઓય ચિર્કુટ! હાઈ- હેલ્લોને મૂક પડતું અને કોઇ મોટાને ફોન આપ." સામેથી ઘોઘરો અવાજ આવ્યો. "હા તો હું હવે કંઈ નાનો નથી, અગિયાર વર્ષનો થયો છું. જે કામ ...Read Moreએ મને કહો." વિજયે જવાબ આપ્યો. "બહુ આવ્યો અગિયાર વર્ષનો મોટો. ચાલ હવે, કોઈ સમજદાર માણસને ફોન આપ." ફરી ઘોઘરો અવાજ સંભળાયો. "તમે કોણ છો? તમને ખબર નથી, આ ઘરમાં સૌથી વધારે સમજદાર વ્યકિત હું જ છું." વિજય ફરી બોલ્યો. આ રીતે થોડીવાર સુધી બંને વચ્ચે શબ્દોનું યુદ્ધ ચાલતું રહ્યું. થોડીવાર પછી વૈશાલી અમ્મા હોલમાંથી પસાર થઈ રહ્યાં હતાં. વિજયને
  • Read Free
ધૂન લાગી - 2
શરારા પહેરીને, વાળનું બન બનાવી અને તેમાં સૂર્યમુખીનું ફૂલ સજાવીને, ગળામાં મોટી મણકાની માળા પહેરીને, આંખે કાળા ચશ્મા લગાવીને, હાથમાં એક પર્સ લઈને, એક આધેડ ઉંમરની સ્ત્રી અંદર પ્રવેશી. "હેલ્લો પીપલ્સ! માય નેમ ઇસ રમીલા, સંબંધોનાં કરું છું રેલમછેલા, ...Read Moreકરું છું પરણેલાં, શું તમે ખાઓ છો કેળા?" આવું બોલી તે અમ્મા-અપ્પા પાસે આવી. "વડક્કમ! આવો, બેસો!" અમ્મા બોલ્યાં અને રમીલાજી બેસી ગયાં. "મૃદુલઅન્ના...! આમના માટે પાણી લઈ આવો અને નાસ્તાની વ્યવસ્થા કરો." "તમને આવવામાં કોઈ તકલીફ તો નથી પડી ને?" અપ્પાએ પૂછ્યું. "તકલીફ! તકલીફની તો શું વાત કરું. બસસ્ટોપથી તમારી શેરી તો સુધી સારી રીતે પહોંચી ગઈ, પણ જેવી
  • Read Free
ધૂન લાગી - 3
"ચાલો બચ્ચાઓ, જલદીથી ઊઠી જાઓ. સ્કૂલે જવાનું છે. ચાલો, જલદી જલદી." અંજલી બધાં બાળકોને ઉઠાડતાં બોલી. "અક્કા! સૂવા દો ને. ઊંઘ આવે છે." વિજય ઊંઘમાં બોલ્યો. "આથી જ તમને રાત્રે વહેલાં સૂવાનું કહું છું. ચાલ, હવે જલદીથી ઉઠી જા. ...Read Moreજવાનું મોડું થશે. ચાલો બધાં જલદીથી તૈયાર થઈ જાઓ. હું નાસ્તો બનાવી આપું છું." આટલું કહીને અંજલી રસોડામાં નાસ્તો બનાવવાં ચાલી ગઈ. અંજલીએ બધાંને નાસ્તો કરાવીને સ્કૂલે મોકલી દીધાં. સફેદ અનારકલી ડ્રેસ પહેરીને, વાળ બાંધીને, પગમાં ઘૂંઘરું બાંધીને, "ધિ ન તા દા રે દા ની, ધિ ન તા દા રે દા ની, ધિ ન તા રા ધિ ન ધિ ન
  • Read Free
ધૂન લાગી - 4
"અંજલી અક્કા...! જમવાનું જલ્દી બનાવોને ખૂબ ભૂખ લાગી છે." વિજય ખૂબ લાડથી બોલ્યો. "અરે! અરે! આજે વિજય મહારાજ મારાં પર કેમ આટલાં મહેરબાન થયાં છે?" અંજલીએ પૂછ્યું. "અક્કા..! તમે સમજી જાવ ને. મહારાજે આજે પણ હોમવર્ક નથી કર્યું, એટલે ...Read Moreડાયરીમાં તમારી સિગ્નેચર કરાવવાં આવ્યાં છે." આટલું બોલીને અનન્યા હસવાં લાગી. આ સાંભળી વિજય પણ નીચું મોં રાખીને હસવાં લાગ્યો. "ચાલો, પહેલા જમી લઈએ. પછી તને હું સિગ્નેચર કરી આપીશ." આમ બોલીને અંજલી જમવાનું લઈ હોલમાં મૂકવાં લાગી. બધાં વેંકટેશ્વરાને થેન્ક્યુ કહીને જમવા લાગ્યાં. "અરે હા! યાદ આવ્યું જો." અમ્મા બોલ્યાં. "શું યાદ આવ્યું, અમ્મા?" અંજલી બોલી. "આજે સવારે જ્યારે
  • Read Free
ધૂન લાગી - 5
મદ્રાસી ઢબની સફેદ સાડી પહેરીને, કાનમાં નાનાં ઝૂમખાં પહેરીને, માથે નાની બિંદી લગાવીને, આંખોંમાં કાજલ લગાવીને આજે અંજલી રૂપરૂપનો અંબાર લાગી રહી હતી. તે પોતે તૈયાર થઈને અનન્યાને બોલાવવાં માટે ગઈ. અનુ! બધાં મંદિરે જવા માટે તૈયાર થઈ ...Read Moreછે, તું એક જ બાકી છે. ચાલ હવે, જલ્દી કર. અંજલી અનન્યા પાસે જઈને બોલી. અક્કા! મને સરખી રીતે તૈયાર તો થવા દો. મને હજું દસ મિનિટ લાગશે. અનન્યા બોલી. અરે! આપણે મંદિરે જવાનું છે, કોઈનાં કલ્યાણમ્ માં નથી જવાનું. ચાલ હવે. તને ત્યાં કોણ જવાનું છે? આજે એ મને મળવા જ તો આવે છે. અનન્યા ધીમેથી બોલી ગઈ. શું બોલી
  • Read Free
ધૂન લાગી - 6
અનન્યા પૂજામાંથી ઊભી થઈને મંદિરમાંથી બહાર આવી ગઈ હતી. તે પોતાનાં ફોનમાં કોઈનો નંબર ડાયલ કરીને કોલ કરવાં લાગી. "હેલ્લો! તું ક્યાં રહી ગયો? હું મંદિરની બહાર આવી ગઈ છું. અનન્યા બોલી. "હું બસ પહોંચવા જ આવ્યો છું." સામેથી ...Read Moreયુવક નો અવાજ આવ્યો. "પણ આટલી બધી ભીડમાં હું તને ઓળખીશ કઈ રીતે?" "મેં રેડ શર્ટ અને વાઈટ ધોતી પહેરી છે." "શું? તે ધોતી પહેરી છે!" આમ કહીને અનન્યા હસવા લાગી. "અરે! હસે છે કે કેમ? આ મંદિરનો ડ્રેસકોડ છે, એટલે ધોતી પહેરી છે." "અરે હા, તું મને દેખાયો. જો મેં ઊંચો હાથ કર્યો છે." "હા, તું પણ મને દેખાઈ.
  • Read Free
ધૂન લાગી - 7
ઢળતી સંધ્યાનો સમય થયો હતો. અમ્મા અને અપ્પા આશ્રમનાં ફળિયામાં બેસીને, સુંદર વાતાવરણમાં કૉફીની મજા માણી રહ્યાં હતાં. અપ્પા અખબાર વાંચી રહ્યાં હતાં અને અમ્મા પુસ્તક વાંચી રહ્યાં હતાં. બધાં બાળકો ફળિયામાં રમત રમી રહ્યાં હતાં. અનન્યા અમ્મા-અપ્પા સાથે ...Read Moreમોબાઈલ ચલાવી રહી હતી. એક બ્લેક કલરની કાર આશ્રમનાં ગૅટ પર આવીને ઊભી રહી. આજ સુધી આ આશ્રમનાં આંગણે કદી આવી કાર આવી ન હતી. બધાં બાળકોનું ધ્યાન રમતમાંથી હટીને તે કાર તરફ ખેંચાયું. અમ્મા-અપ્પા પણ ત્યાં જોવાં લાગ્યાં. અનન્યા હજુ પણ મોબાઇલમાં જ મશગુલ હતી. બ્લેક કલરની કારનાં દરવાજા ખુલ્યાં. એક તરફથી વ્હાઈટ શર્ટ, ગ્રે પેન્ટ અને ગ્રે જેકેટ
  • Read Free
ધૂન લાગી - 8
"બોલો કરણજી, શું થયું? આમ અચાનક તમે ઊભાં કેમ થઈ ગયાં." અપ્પાએ પૂછ્યું. "અંકલ! અમે લાંબી મુસાફરી કરીને આવ્યાં છીએ એટલે થાકી ગયાં છીએ. If you don't mind, અમે રેસ્ટ કરી શકીએ?" કરણે પૂછ્યું. "અરે હા! આપણે વાતોમાં એટલાં ...Read Moreથઈ ગયાં કે અમને યાદ જ ન રહ્યું, કે તમે લાંબી મુસાફરી કરીને આવ્યાં છો. તમે જાઓ અને ફ્રેશ થઈને આરામ કરો." અમ્માએ કહ્યું. "Ok. તો અમે કારમાંથી બૅગ લઈને આવીએ છીએ." કૃણાલ બોલ્યો. "એ મૃદુલઅન્ના લઈ આવશે, તમે જાઓ. અંજલી તું આમની સાથે જા અને તેમને આરામ કરવાની વ્યવસ્થા કરી આપ." અમ્માએ કહ્યું. "જી અમ્મા!" અંજલી બોલી. "ચાલો! તમને
  • Read Free
ધૂન લાગી - 9
"ચાલો બચ્ચાઓ! જમવાનું તૈયાર છે. બધાં હાથ-પગ ધોઈને આવી જાઓ." અંજલીએ ફળિયામાં રમતાં બાળકોને કહ્યું. પછી તે કરણ અને કૃણાલ પાસે ગઈ. "જમવાનું તૈયાર છે, તમે આવી જાઓ." અંજલીએ કહ્યું. "હા. ચાલો, ચાલો. આજે તો ખુબ ભૂખ લાગી છે." ...Read Moreબોલ્યો. બધાં જમવા માટે બેસી ગયાં હતાં. ત્યાં કરણ અને કૃણાલ પણ સાથે હતાં. બધાં બાળકોએ પહેલાં બે હાથ જોડીને, વેંકટેશ્વરાને 'થેન્ક્યુ' કહ્યું અને પછી જમવાનું શરૂ કર્યું. આ જોઈને કરણ અને કૃણાલને નવાઈ લાગી. "આશ્રમમાં રહેતાં આટલાં નાનાં બાળકો પણ સંસ્કારી હોઈ શકે છે, તે મને આજે ખબર પડી." કૃણાલ બોલ્યો. "જેમની પાસે જે ન હોય, એ જ વ્યક્તિ
  • Read Free
ધૂન લાગી - 10
જગતને નિંદ્રામાંથી જગાડવા માટે સૂર્ય આળસ મરડીને ઊગ્યો અને સમગ્ર વસુંધરા પર પોતાનો પ્રકાશ પાથર્યો. વૃક્ષોનાં કારણે મળતી શીતળતા અને પક્ષીઓનો મધુર કલરવ વાતાવરણને વધુ મનમોહક બનાવી રહ્યો હતો. આશ્રમનાં બધાં બાળકો ઊઠીને સ્કૂલે ચાલ્યાં ગયાં હતાં. અમ્મા અને ...Read Moreપોતાનાં નિત્યક્રમ મુજબ, અખબાર અને પુસ્તક વાંચવામાં મશગૂલ હતાં. લાલ રંગનો અનારકલી ડ્રેસ પહેરીને, વાળ બાંધીને, પગમાં ઘૂંઘરું બાંધીને, "ધિ ન તા દા રે દા ની, ધિ ન તા દા રે દા ની, ધિ ન તા રા ધિ ન ધિ ન તા" સંગીત પર અંજલી પોતાની વિવિધ મુદ્રાઓ રજૂ કરીને ભરતનાટ્યમ્ કરી રહી હતી અને તેની શિષ્યાઓને શીખવી રહી હતી.
  • Read Free
ધૂન લાગી - 11
"ક્રિષ્ના! વિજય! તમે અહીંયા આવો." અંજલીએ તેમને પોતાની પાસે ફળિયામાં બોલાવતાં કહ્યું. "બોલો અક્કા! શું કામ છે?" ક્રિષ્નાએ કહ્યું. "ક્રિષ્ના, તું જઈને બધાં બાળકોને અહીંયા બોલાવી લાવ અને વિજય, તું પેલાં બે નમૂનાઓ મતલબ કે મહેમાનોને બોલાવી લાવ." "પણ ...Read Moreબધાંને આમ અચાનક કેમ બોલાવો છો?" વિજયે પૂછ્યું. "બધાં આવી જશે, પછી બધાંને એકસાથે કહીશ." અંજલી બોલી. ક્રિષ્ના બધાં બાળકોને બોલાવવા ગઈ અને વિજય, કરણ તથા કૃણાલને બોલાવવા ગયો. અંજલી જઈને અનન્યાને લઈ આવી. બધાં ફળિયામાં આવી ગયાં હતાં. બધાં બાળકો એકબીજાને પૂછી રહ્યાં હતાં, અક્કાએ આમ અચાનક કેમ બોલાવ્યાં છે. "સાંભળો! સાંભળો! સાંભળો! આજે મુંબઈનાં શહેઝાદા કરણ મહેતા અને
  • Read Free
ધૂન લાગી - 12
"સોરી વેંકટેશ્વરા! પ્યાર ઓર જંગ મેં સબ જાયઝ હે." બોલ ફેંકતાં પહેલાં અંજલીએ કહ્યું. તેણે કરણને આંખ મારી અને પછી બોલ ફેંક્યો. અચાનક અંજલીનું આવું વર્તન જોઈને કરણ સ્તબ્ધ થઈ ગયો અને બોલ સ્ટેમ્પ પર લાગી ગયો. જેથી કરણ ...Read Moreથઈ ગયો. બધાં 'આઉટ'ની ચીસો પાડવાં લાગ્યાં એટલે કરણ સ્તબ્ધતામાંથી બહાર આવ્યો. "આ લોકોએ ચીટિંગ કરી છે." કરણે કહ્યું. "શું ચીટિંગ કરી છે, કરણજી?" અંજલીએ પૂછ્યું. "અ.. આ... લોકોએ..." કરણ અચકાતાં અચકાતાં બોલવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પણ શરમને કારણે બોલી ન શક્યો. "હવે થોડીવારનો બ્રેક લઈએ અને પછી ફરીથી રમત શરૂ કરીએ. મિલતે હૈ છોટે સે બ્રેક કે બાદ."
  • Read Free
ધૂન લાગી - 13
"હવે આ મેચની છેલ્લી ઓવરનો, છેલ્લો બોલ છે. આ એક બોલ હાર-જીતનો નિર્ણય કરશે. તો જોઈએ કોણ જીતે છે!" અપ્પા કોમેન્ટરી કરતાં બોલ્યાં. અર્જુને બોલ લઇને કરણને આપ્યો. કરણ અને અંજલી ફરી રમવા માટે ગોઠવાઈ ગયાં. કરણે બોલ ફેંક્યો ...Read Moreઅંજલીએ ફટકાર મારી. બોલ પિચથી થોડો દૂર જઈને પડ્યો. કરણ ત્યાં બોલ લેવાં ગયો અને અંજલીએ રન દોડવાનું શરૂ કર્યું. અંજલી એક રન કરવાની જ હતી, કે કરણે બોલ સ્ટેમ્પ પર ફેંકીને તેને આઉટ કરી દીધી અને કરણની ટીમમાં બધાં ખુશ થઈ ગયાં. "અઈયો રામા! હવે તો તું ગઈ અંજલી. આ માણસ તને નહીં છોડે, તેની જીતનો ઢંઢેરો સાંભળવાં માટે
  • Read Free
ધૂન લાગી - 14
"જુઓ, તે દિવસે મંદિરમાં મારાથી ભૂલથી તમારાં શર્ટ પર તેલ ઢોળાઈ ગયું હતું. મેં જાણીજોઈને કંઈ નહોતું કર્યું. છતાં પણ મારે તમને યોગ્ય રીતે Sorry કહેવું જોઈતું હતું, પણ મેં ન કહ્યું. આજે પણ મેં તમને જાણ્યાં વગર જ ...Read Moreવિશે અનુમાન લગાવી લીધું અને તમને ચેલેન્જ આપી દીધી. હું આ બંને વાત માટે તમને Sorry કહેવા આવી છું. જો બની શકે તો મને માફ કરી દેજો." અંજલી બોલી. "જો ક્રિકેટવાળી વાત માટે તો તમારે માફી માંગવાની જરૂર જ નથી. કેમકે તમારી ચેલેન્જનાં કારણે બાળકોને ખૂબ જ મજા આવી અને તેનાં માટે તો મારે તમને Thank you કહેવું છે. રહી
  • Read Free
ધૂન લાગી - 15
આખો દિવસ સાથે રહીને હવે સૂર્ય, પૃથ્વીવાસીઓ પાસેથી વિદાય લઈ રહ્યો હતો. જેમ કન્યાનાં વિદાયપ્રસંગે શરણાઈઓનાં સૂર ગૂંજી ઉઠે, તેમ કોયલનાં સૂરથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું. અમ્મા-અપ્પા સૂર્યાસ્તને માણવાની સાથે, કોફીનો પણ આનંદ લઈ રહ્યાં હતાં. બાળકો ફળિયામાં રમી ...Read Moreહતાં. અમ્માનું ધ્યાન થોડીવાર પુસ્તકમાં, તો થોડીવાર બાળકો તરફ જઈ રહ્યું હતું. પરંતુ અપ્પા તો અખબાર વાંચવામાં એકદમ મશગૂલ હતાં. "અમ્મા! અપ્પા! કરણજીને મંદિરે દર્શન કરવાં જવું છે અને મારે પણ ત્યાં બજારમાંથી કંઈક લેવાનું છે. તો અમે જઈ શકીએ?" અંજલીએ કરણ સાથે અમ્મા-અપ્પા પાસે જઈને પૂછ્યું. "હા અંકલ-આંટી! અમે થોડીવારમાં પાછાં આવી જઇશું." કરણે કહ્યું. અમ્મા-અપ્પાએ એકબીજાંની સામે જોઈને
  • Read Free
ધૂન લાગી - 16
અનન્યા અને તેની સાથે રહેલાં વ્યક્તિને જોઈને, કરણ અને અંજલી આશ્ચર્ય પામી ગયાં. "કૃણાલ! તું અહીંયા અનન્યા સાથે શું કરે છે અને એ પણ આટલી રાત્રે?" કરણે પૂછ્યું. "ભાઈ! આ તો હું બજારમાંથી પાછો આવી રહ્યો હતો અને મેં ...Read Moreઅહીંયા જોઈ, એટલે હું તેને સાથે લઈ જવાં આવી ગયો." કૃણાલે કહ્યું. "અમે પણ બજારમાંથી જ આવી રહ્યાં છીએ. અમને તો તમે ક્યાંય ન દેખાયાં." અંજલીએ કહ્યું. "એ તો... એ તો..." કૃણાલ અચકાતો બોલવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. "ઓ... તો હવે સમજાયું. અનન્યા તું આખો દિવસ કોઈ વ્યક્તિ સાથે વાતો કરે છે અને તેનું નામ તારાં ફોનમાં K નામથી સેવ
  • Read Free
ધૂન લાગી - 17
"અંજલી! તું રાત્રે સૂતી ન હતી." અમ્માએ અંજલીનું મોં જોઈને કહ્યું. "તમને એવું કેમ લાગ્યું કે હું સૂતી નહોતી." અંજલીએ પૂછ્યું‌. "તારાં મોં પરથી અને આંખો પરથી ચોખ્ખું દેખાય છે, કે તું રાત્રે સૂતી ન હતી. પણ શા માટે?" ...Read Moreનહીં કેમ, આખી રાત ઊંઘ જ ન આવી." "કંઈ વાંધો નહીં. એવું લાગે તો બપોરે થોડીવાર આરામ કરી લેજે." આમ કહીને અમ્મા ત્યાંથી ચાલ્યાં ગયાં. અંજલી પોતાનાં ડાન્સ ક્લાસ લઈને, પછી કરણ સાથે વાત કરવા ગઈ. કરણ તેનાં રૂમમાં લેપટોપ પર કંઈક કામ કરી રહ્યો હતો. અંજલીએ રૂમમાં જતાં પહેલાં દરવાજા પર બે વખત ટકોર કરી. કરણે અંજલીની સામે જોઈને,
  • Read Free
ધૂન લાગી - 18
કરણ અને અંજલી ગાર્ડનમાં પહોંચી ગયાં હતાં. અનન્યા એક બેન્ચ પર બેસીને રડી રહી હતી અને કૃણાલ પણ ઉદાસ ચહેરા સાથે તેની બાજુની બેન્ચ પર બેઠો હતો. અંજલી અને કરણને આ બંનેની સ્થિતિ જોઈને નવાઈ લાગી. કરણ કૃણાલ પાસે ...Read Moreબેઠો અને અંજલી અનન્યા પાસે ગઈ. "અનુ! તું કેમ રડે છે? તને શું થયું?" અંજલીએ કહ્યું. અનન્યા અંજલીને ભેટીને રડવા લાગી. "કૃણાલ! તું મને કહીશ કે શું થયું? તમે બંને રીતે શા માટે બેઠા છો?" કરણે કૃણાલને પૂછ્યું. કૃણાલ પણ કંઈ ન બોલ્યો. "અરે! તમે બેમાંથી કોઈ કંઈક તો બોલો. જેથી અમને ખબર પડે કે શું થયું?" "હા, અમને કહેશો
  • Read Free
ધૂન લાગી - 19
"આટલું બધું થયાં પછી, હું તો આ સંબંધને આગળ નહીં વધારી શકું. Sorry અનન્યા! Sorry અંજલીજી!" કૃણાલે કહ્યું. "અનન્યા! તું શું કરવાં ઈચ્છે છે?" અંજલીએ કહ્યું. "અક્કા! મને પણ લાગે છે કે હું આ બધી વસ્તુઓ માટે હજુ તૈયાર ...Read Moreએટલે આ સંબંધને અહીં સુધી જ રાખવો જોઈએ." અનન્યાએ કહ્યું. "ઠીક છે. તો હવે તમે બંને આ સંબંધમાંથી મુક્ત થવા ઈચ્છો છો, એવું અમે માનીએ છીએ." કરણે કહ્યું. "અને સાંભળો! તમે બંને ખોટી રીતે દુઃખી ન થતાં. તમે આ નિર્ણય એકબીજાની સહમતીથી અને પોતાનાં સારાં માટે કર્યો છે એટલે ઉદાસ થવાની કોઈ જરૂર નથી." અંજલીએ કહ્યું. "હા. હું જાણું છું
  • Read Free
ધૂન લાગી - 20
સોનેરી સવારમાં અનન્યા ફળિયામાં બેસીને કૉફીનો આનંદ લઇ રહી હતી. અંજલી તેની શિષ્યાઓને ડાન્સ ક્લાસ કરાવવામાં વ્યસ્ત હતી. બાળકો સ્કૂલે ગયાં હતાં અને અમ્મા-અપ્પા તેમનું કામ કરી રહ્યાં હતાં. "Good morning અનન્યા!" કરણે અનન્યા પાસે જઈને કહ્યું. "Good morning!" ...Read Moreનીરસતાથી કહ્યું. "તું હજુ સુધી કાલની વાતથી ઉદાસ છે. જો, તું એ વાત ભૂલી જા અને ફરીથી તારાં જીવનમાં આગળ વધવાનો પ્રયત્ન કર." "હું પ્રયત્ન તો કરી રહી છું, પણ મને થોડો ટાઈમ તો લાગશે." "હા, એ પણ સ્વાભાવિક વસ્તુ છે. By the way, મને તારી એક મદદની જરૂર છે." "તમારે મારી શું મદદ જોઈએ છે?" "જો ધ્યાનથી સાંભળ! તું
  • Read Free
ધૂન લાગી - 21
આકાશને કેસરિયા રંગની ભેટ આપીને, સૂર્ય વિદાય લઇ રહ્યો હતો. દરિયાનું નીલું પાણી અને આકાશનાં કેસરિયા રંગનું મિલન થઈ રહ્યું હતું. દરિયાકિનારે બહુ વધારે ભીડ ન હતી. અંજલી અનન્યાની સાથે દરિયાકિનારાની રેતીમાં ચાલી રહી હતી. "અનુ! તું મને દરિયા ...Read Moreકેમ લઈ આવી છે? અહીં શું સરપ્રાઈઝ છે?" અંજલીએ પૂછ્યું. "અક્કા! તમે બસ મારી સાથે ચાલ્યાં કરો. થોડીવારમાં તમને સરપ્રાઈઝ મળી જશે." અનન્યાએ કહ્યું. અનન્યા અંજલીને એક હોડી પાસે લઈ ગઈ. લાકડાંની બનેલી હોળીમાં વચ્ચે, સામે-સામે બે સીટ હતી. જેનાં પર લાલ રંગનાં વેલ્વેટનું કવર લગાવેલું હતું. બંને સીટોની પાછળ હોડીનાં અંત સુધી લાલ અને ગુલાબી રંગનાં ફૂલો રાખવામાં આવ્યાં
  • Read Free
ધૂન લાગી - 22
"શું થયું?" કરણે ફરીથી અંજલીને મોટેથી પૂછ્યું. "કરણ! અપ્પા... અપ્પાને હાર્ટ એટેક આવ્યો છે." અંજલીએ રડતાં રડતાં કહ્યું. "શું અપ્પાને હાર્ટ એટેક આવ્યો છે?" કરણે આશ્ચર્યથી પૂછ્યું. "હા, અનન્યાનો કૉલ હતો તેણે જ કહ્યું. અપ્પાને અત્યારે હૉસ્પિટલે લઈ ગયાં ...Read More"ચાલ, તો આપણે જલ્દીથી હૉસ્પિટલે જઈએ." કરણે કહ્યું. "તમે જલ્દીથી હોડીને કિનારા પર લઈ જાઓ." કરણે નાવિકને કહ્યું. થોડીવારમાં તેઓ કિનારા પર પહોંચી ગયાં, ત્યાંથી તેઓ જલ્દી જલ્દી હૉસ્પીટલે ગયાં. તેમણે રિસેપ્શનમાં અપ્પા વિશે પૂછ્યું અને પછી તેમની પાસે ગયાં. ઓપરેશન થિયેટરની બહાર અમ્મા, અનન્યા અને કૃણાલ હતાં. અમ્મા રડી રહ્યાં હતાં અને અનન્યા તેમને શાંત કરવાનો પ્રયત્ન કરી રહી
  • Read Free
ધૂન લાગી - 23
"અંજલી! તું ચિંતા ન કરતી. અપ્પા જલ્દીથી સ્વસ્થ થઈ જશે." કરણે અંજલીની બાજુમાં બેસીને કહ્યું. અંજલી કરણને ભેટીને રડવા લાગી. અંજલીને રડતી જોઈને કરણ પણ ભાવુક થઈ ગયો. "અંજલી! તારે હિંમત રાખવી પડશે. તારે જ તો અમ્મા-અપ્પાને સંભાળવાનાં છે." ...Read Moreકહ્યું. થોડીવાર પછી અંજલી શાંત થઈ ગઈ અને બોલી "તને ખબર છે કરણ! આજથી 10 વર્ષ પહેલાં, જ્યારે હું 11 વર્ષની હતી અને અનુ 7 વર્ષની હતી, ત્યારે મારાં પપ્પાની કોઈ હત્યા કરી નાખી હતી. મારાં મમ્મી આ અનાથાશ્રમ સાથે જોડાયેલાં હતાં અને મુંબઈમાં રહીને અહીંયા માટે મદદ મોકલતાં હતાં. મારાં પપ્પાનાં મૃત્યુ બાદ મારાં મમ્મી અમને લઈને અહીં આવી
  • Read Free
ધૂન લાગી - 24
હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લઈને અપ્પાને આશ્રમમાં લાવવામાં આવ્યાં હતાં. અમ્મા તેમની પાસે રૂમમાં હતાં. અંજલી તૈયાર થઈ રહી હતી, તૈયાર થઈને તે અમ્મા-અપ્પા પાસે ગઈ. "અપ્પા! તમારી તબિયત સારી છે ને?" અંજલીએ પૂછ્યું. "હવે સારું છે." અપ્પાએ કહ્યું. "હું એક ...Read Moreબહાર જાઉં છું. થોડીવારમાં આવી જઈશ. અનન્યા અહીંયા જ છે, કંઈ કામ હોય તો તેને બોલાવી લેજો." "હા, ઠીક છે. ધ્યાનથી જજે." "Ok. વડક્કમ્!" આમ કહીને અંજલી ત્યાંથી નીકળી ગઈ. દરિયાકિનારે અંજલીએ જે રીતે કહ્યું હતું, તેમ અનન્યાએ બધી તૈયારીઓ કરી દીધી હતી. હોડીને ગઈકાલની જેમ જ સજાવવામાં આવી હતી. અંજલી પણ ગઈકાલની જેમ જ તૈયાર થઈ હતી. અંજલી હાથમાં
  • Read Free
ધૂન લાગી - 25
"અરે! અરે! શું કહેવું છે? કોઈ એક બોલી દો, એટલે અમને પણ કંઈ ખબર પડે." અમ્માએ તેમનો ઝઘડો રોકતાં કહ્યું. "Ok. તો હું જ કહી દઉં છું. અમ્મા! તમે જાણો છો, કે હું અહીં અંજલીને મળવાં માટે આવ્યો હતો. ...Read Moreમને અંજલી પસંદ છે." કરણે કહ્યું. કરણ તરફથી હકારાત્મક જવાબ સાંભળીને અમ્માએ અંજલી તરફ જોયું. "મને પણ કરણ પસંદ છે." અંજલીએ કહ્યું. "વાહ! સરસ! આ બધું ક્યારે થયું?" અમ્મા બોલ્યાં. "કરણે કાલે મને પ્રપોઝ કર્યું હતું. ત્યારે અપ્પાની તબિયત ખરાબ થઈ જવાથી, હું તેને જવાબ નહોતી આપી શકી. એટલે આજે મેં તેને પ્રપોઝ કર્યું હતું." અંજલીએ કહ્યું. "સારું કર્યું. કરણ
  • Read Free
ધૂન લાગી - 26
અંધારી રાતને પૂર્ણ કરવાં સૂર્ય આકાશમાં ઊગ્યો. સૂર્ય ઊગતાં સૌ પોતાનાં નિત્યક્રમમાં ગોઠવાઈ ગયાં. બાળકો સ્કૂલે ચાલ્યાં ગયાં હતાં. અંજલી તેનાં ડાન્સ ક્લાસ કરાવી રહી હતી અને અમ્મા અપ્પા તેમનાં રૂમમાં હતાં. "હેલ્લો!" અમ્માએ કોઈને કોલ કરીને કહ્યું. "હેલ્લો ...Read Moreવડક્કમ્!" સામેથી અવાજ આવ્યો. "વડક્કમ્ પંડિતજી!" "બોલો, બોલો, આજે અચાનક કેમ ફોન કર્યો?" "વાત એમ છે, કે મારાં આશ્રમની દીકરી અંજલીનું કલ્યાણમ્ કરવાનું છે એટલે તેનું મૂહુર્ત કઢાવવા માટે મેં તમને ફોન કર્યો છે." "હા, તો તમે કોલ પર રહો. હું મૂહુર્ત જોઈને જણાવું છું." "ઠીક છે." "હેલ્લો અમ્માજી!" થોડીવાર પછી પંડિતજી બોલ્યાં. "હા, બોલો પંડિતજી!" "કલ્યાણમ્ માટે 3 ત્રણ
  • Read Free
ધૂન લાગી - 27
સાંજે બાળકો ફળિયામાં રમી રહ્યાં હતાં. કરણ, અંજલી, કૃણાલ અને અનન્યા ત્યાં બેસીને વાતો કરી રહ્યાં હતાં. અચાનક એક કાર આવીને આશ્રમનાં ગૅઈટ પાસે ઉભી રહી. તેમાંથી બ્લૅક સુટ પહેરીને એક પુરુષ અને ગ્રે સાડી પહેરીને સ્ત્રી બહાર આવી. ...Read Moreઆશ્રમમાં અંદર પ્રવેશ્યાં. કરણ અને કૃણાલનું ધ્યાન તેમનાં પર જતાં, તેઓ તેમની પાસે ગયાં અને તેમને ભેટ્યાં. "ડેડ! મોમ! તમે આવી ગયાં?" કૃણાલે કહ્યું. "હા, કરણનાં લગ્ન થવાનાં છે. આવવું જ પડે ને!" આમ કહીને તેઓ હસી પડ્યાં. અંજલી અને અનન્યા તેમની પાસે ગયાં અને તેમનાં ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લીધાં. શર્મિલાજી તો અંજલીને જોઈ જ રહ્યાં. "અરે! આ તો કરણે
  • Read Free
ધૂન લાગી - 28
"ચાલો, ચાલો, બધાં જલ્દીથી બહાર નીકળો અને બસમાં બેસો." અંજલીએ કહ્યું. "અરે યાર! આ બસવાળો ક્યારનો હોર્ન વગાડે છે. કોઈ જઈને તેને શાંત કરાવો." અનન્યાએ કહ્યું. "આપણે બસમાં જઈશું, પછી જ એ હોર્ન વગાડવાનું બંધ કરશે‌." આમ કહીને અંજલી ...Read Moreલાગી. "તમે બંને વાતો પછી કરજો. અત્યારે જલ્દીથી જઈને બસમાં બેસો." અમ્માએ ત્યાં જઈને કહ્યું. "અરે! પણ મારો સામાન બસમાં મૂકવાનો છે!" અંજલીએ કહ્યું. "એ મૃદુલઅન્ના મૂકી દેશે. તમે જાઓ." અમ્માએ કહ્યું. "ઠીક છે." આમ કહીને અંજલી, અનન્યાની સાથે જઈને બસમાં બેસી ગઈ. "બધાં આવી ગયાં?" અંજલીએ પૂછ્યું. "હા" બધાંએ એકસાથે કહ્યું. બસ હોટેલ પર જવાં માટે નીકળી ગઈ હતી.
  • Read Free
ધૂન લાગી - 29
બધાં પોતાનાં રૂમમાં જઈને સૂઈ ગયાં હતાં. કરણ કૃણાલની સાથે રૂમમાં હતો. કૃણાલ સૂઈ ગયો હતો, પણ કરણને ઊંઘ નહોતી આવતી. તેણે અંજલીને મેસેજ કરીને ટેરેસ પર મળવાં માટે બોલાવી. અનન્યા પણ સૂઈ ગઈ હોવાથી, અંજલી કરણને મળવા માટે ...Read Moreઅંજલી સામે આવતાં જ કરણ તેને ભેટી પડ્યો. "અરે! અરે! આટલી બધી ખુશી!" અંજલીએ કહ્યું. "હા, ખુશી તો હોય જ ને. કરણનાં અંજલી સાથે લગ્ન થવાનાં છે." "તું ખુશ થતો રહેજે, પણ મને તો છોડ. કોઈ જોઈ જશે તો!" અંજલીએ કહ્યું. "બસ! તમારાં બધાંનો આ એક જ ડાયલોગ છે. ટી.વી. સિરિયલમાં પણ, આ જ ડાયલોગ કહીને હિરોઈનો રોમાન્સ ન કરવા
  • Read Free
ધૂન લાગી - 30
થોડીવાર પછી ફરીથી બધાં હલ્દીની રસમ માટે હોટેલનાં પૂલ સાઇડ એરિયા પાસે આવી ગયાં હતાં. ત્યાં પૂલનાં પાણીમાં ગુલાબની પંખૂડીઓથી અંજલી અને કરણનું નામ લખવામાં આવ્યું હતું. પૂલ સાઈડ એરિયાને પીળાં અને લાલ રંગનાં ફૂલોથી શણગારવામાં આવ્યો હતો. કરણ ...Read Moreઅંજલી માટે બે કમળ આકારનાં પાત્રો રાખવામાં આવ્યાં હતાં. હલ્દીની રસમ માટે અંજલી પીળાં રંગનાં લહેંગાચોલીમાં સજ્જ થઈને આવી હતી. તેણે પોતાનાં વાળનો કલાત્મક રીતે ચોટલો વાળીને, તેને ફૂલોથી સજાવ્યો હતો અને આ સાથે ફૂલોનાં આભૂષણો પણ પહેર્યાં હતાં. ખાદીનાં પીળાં રંગનાં કુર્તા અને સફેદ રંગનાં પાયજામા સાથે કાળાં ચશ્મા પહેરીને કરણ હલ્દીની રસમ માટે તૈયાર થઈ ગયો હતો. સૌપ્રથમ
  • Read Free
ધૂન લાગી - 31
આકાશમાં મોતી જેવી ચમક હતી. સૂર્યપ્રકાશનાં કિરણોએ વાતાવરણને પ્રકાશિત કરી દીધું હતું. મધુર પક્ષીઓનાં ગીતો સવારનાં વાતાવરણમાં વહી રહ્યાં હતાં. ઊગતાં સૂરજે સવારનાં આકાશમાં ગુલાબી રંગ ફેંક્યો હતો. મંગળ સ્નાન માટેની તૈયારીઓ પૂલ સાઈડ એરિયા પર થઈ ગઈ હતી. ...Read Moreકમળ આકારનાં પાત્રો પૂલનાં કિનારે રાખવામાં આવ્યાં હતાં. બંને વચ્ચે કાપડનો પડદો રાખવામાં આવ્યો હતો. સફેદ રંગની આછેરી સાડી પહેરીને, ખુલ્લાં કેશ સાથે અંજલી અને ખુલ્લાં શરીર સાથે, નીચે સફેદ ધોતી પહેરીને કરણ મંગળ સ્નાન માટે આવ્યાં. બંનેને તેમનાં કમળ પાત્રમાં બેસાડવામાં આવ્યાં. કેસર, ચંદન, કુમકુમ અને પુષ્પયુક્ત પાણીથી બંનેને સ્નાન કરાવવામાં આવ્યું. સૂર્યનાં કિરણો પડતાં કરણનું શરીર તેજમય દેખાઈ
  • Read Free
ધૂન લાગી - 32
10:00 વાગ્યે બધાં કરણનાં ઘરે પહોંચી ગયાં હતાં. ત્યાં ધૂમધામથી કરણ અને અંજલીનું સ્વાગત કરવામાં આવ્યું. બૅન્ડવાજા, ફટાકડાં અને પુષ્પવર્ષા સાથે તેમની આગતા-સ્વાગતા થઈ. શર્મિલાજીએ કરણ અને અંજલીની આરતી ઉતારીને, તેમનું ઘરમાં સ્વાગત કર્યું. અત્યાર સુધી જે કરણનું ઘર ...Read Moreતેને પોતાનું ઘર બનાવી, અંજલી તંડુલકળશ ઢોળી અને કુમકુમ પગલે અંદર પ્રવેશી. પછી કરણ અને અંજલીએ મંદિરમાં જઈને ભગવાનજીની આરતી કરી. ત્યારબાદ અંગૂઠી શોધવાની, પુષ્પ પસંદ કરવાની અને થાળ ગોઠવવાની વગેરે રસમો થઈ. બધી રસમો પૂર્ણ થયાં બાદ કરણ અને અંજલી તેમનાં રૂમમાં ગયાં. રૂમમાં પ્રવેશતાં જ તેમનાં પર પુષ્પવર્ષા થઈ. તેમનાં રૂમને ગુલાબનાં ફૂલો, મીણબત્તીઓ અને લાઈટો વડે શણગારવામાં
  • Read Free
ધૂન લાગી - 33
મધુર ચાંદની રાત પછી, સોનેરી સવાર પડી ગઈ. દરરોજ વહેલી ઊઠતી હોવાથી અંજલીની ઊંઘ જલદી ખુલી ગઈ. કરણ હજુ પણ નિર્વસ્ત્ર થઈને સૂતો હતો. અંજલીએ પોતાનાં કપડાં પહેર્યા અને કરણને પણ ઉઠાડ્યો. કરણ પણ પોતાનાં કપડાં પહેરી રહ્યો હતો. ...Read Moreરહી કાલની રાત?" કરણે હસીને પૂછ્યું. "ખૂબ જ રોમેન્ટિક અને સુકૂન ભરેલી.." આમ કહીને અંજલી કરણને ભેટી ગઈ. એટલામાં ટેબલ પર પડેલો કરણનો ફોન રણક્યો. કરણે ફોન પર વાત કરી અને પછી ફોન મૂકી દીધો. "અંજલી! મારે ખૂબ જરૂરી કામ છે, એટલે અત્યારે જ ઓફિસે જવું પડશે. હું જલ્દીથી તને ઘરે મૂકીને, પછી ઓફિસે જઈશ." કરણે કહ્યું. "તારે જરૂરી કામ
  • Read Free
ધૂન લાગી - 34
ઓફિસનું કામ કરીને સાંજે કરણ ઘરે આવ્યો. તેણે પોતાનાં રૂમમાં જઈને, જોયું તો અંજલી ત્યાં ન હતી. થોડીવાર સુધી તેણે અંજલીને ઘરમાં શોધી. ઘરમાં પણ અંજલી ન મળતાં, તે ફરી રૂમમાં ગયો. રૂમમાં આવીને તેનું ધ્યાન, ટેબલ પર પડેલાં ...Read Moreપર ગયું. તેણે તે લેટર ખોલીને વાંચ્યો. લેટર વાંચીને કરણ ધૂંઆપૂંઆ થઈ ગયો. તે ગુસ્સામાં નીચે હોલમાં ગયો. "મોમ...! ડેડ...! કૃણાલ...!" કરણ મોટેથી ચીસો પાડવાં લાગ્યો. કરણની ચીસો સાંભળીને બધાં હોલમાં પહોંચી ગયાં. "શું થયું, કરણ?" શર્મિલાજીએ પૂછ્યું. "એ તો મારે તમને પૂછવું જોઈએ. એવું તો શું થયું, કે તમને માણસો કરતાં જમીન વધારે મહત્વની લાગવા લાગી?" "તું શું બોલે
  • Read Free
ધૂન લાગી - 35
સૂર્યોદય થયો. 'મહેતા મેન્શન'માં દરરોજ જેવી રોનક ન હતી. તેમનો આલિશાન બંગલો, વેરાન હવેલી જેવો ભાંસતો હતો. મનીષજી અને શર્મિલાજી સૉફા પર બેસીને, કૉફી પી રહ્યાં હતાં. "મનીષજી ! મને લાગે છે, કે આપણે કરણ અને કૃણાણને પાછાં બોલાવી ...Read Moreજોઈએ." શર્મિલાજીએ કહ્યું. "હા, મને પણ એવું લાગે છે. એક જમીન માટે આપણે કરણ અને કૃણાલને ન ગુમાવી શકીએ." મનીષજીએ કહ્યું. "આપણે અત્યારે જ ફ્લાઇટથી કેરેલા જઈએ. ત્યાં જઈને તેમની પાસે માફી માંગીશું અને તેમને પાછાં અહીંયા લઈ આવીશું." "પણ શું તેઓ આપણને માફ કરશે?" "આપણે એક વખત પ્રયત્ન તો કરવો જ જોઈએ." "ઠીક છે. તો કેરેલા જવાની તૈયારી કર."
  • Read Free
ધૂન લાગી - 36
સવાર પડી ગઈ હતી. અંજલીએ બધાં બાળકોને સ્કૂલે મોકલી દીધાં હતાં. પછી તે મનીષજી અને શર્મિલાજીનાં રૂમમાં તેમને ઉઠાડવા માટે ગઈ. Good Morning! અંજલીએ કહ્યું. Good Morning! શર્મિલાજીએ બેડ પરથી ઊભાં થઈ, રૂમની બહાર જતાં ...Read More Morning! આમ કહીને મનીષજી બેડ પરથી ઊભાં થઈને, બહાર જવા લાગ્યાં. તેઓ થોડાં લંગડાઇને ચાલી રહ્યાં હતાં. પપ્પા! તમે આમ શા માટે ચાલી રહ્યાં છો? પગમાં કંઈ વાગ્યું છે? અંજલીએ પૂછ્યું. કાલે રાત્રે અચાનક મારી ઊંઘ ખુલી ગઈ હતી. ત્યારે બહારથી કંઈ અવાજ આવ્યો, એટલે હું બહાર ગયો હતો. ત્યાંથી પાછાં આવતી વખતે પાછળથી કોઈએ મારો પગ ખેંચ્યો હોય એવું લાગ્યું. જેથી હું નીચે
  • Read Free
ધૂન લાગી - 37
કરણની આંખોમાંથી સતત આંસું વહી રહ્યાં હતાં. તે અંજલીને ભેટીને રડી રહ્યો હતો. અંજલી તેને સંભાળવાની કોશિશ કરી રહી હતી. "તને ખબર છે, અંજલી? 10 વર્ષ પહેલાં જ્યારે મારાં મોમનું મૃત્યુ થયું હતું, તે પછીથી શર્મિલા મોમએ જ મને ...Read Moreછે. તેમણે ક્યારેય મને મોમની ખોટ પાડવાં દીધી નથી. આજે જ્યારે તેમને મારી જરૂર છે, ત્યારે હું તેમનાં માટે કશું કરી શકું તેમ નથી" કરણે કહ્યું. "તું શાંત થઈ જા, કરણ! મમ્મી જલ્દીથી સ્વસ્થ થઈ જશે." અંજલીએ કરણને સાંત્વના આપતાં કહ્યું. "પણ મને એક વાત ન સમજાઈ! કૃણાલ અને અનન્યા ગાડીની આગળની સીટમાં બેઠાં હતાં અને મોમ-ડેડ પાછળની સીટમાં બેઠાં
  • Read Free
ધૂન લાગી - 38 - છેલ્લો ભાગ
"કૃણાલ! તું આ શું બોલે છે? અંજલી તારી ભાભી છે." કરણ બોલ્યો. કરણ બોલ્યો પછી અનન્યા તેની નજીક જઈને, તેનાં ગાલ પર હાથ રાખીને બોલી "કરણ! તું તો મોટો થઈ ગયો છે. તું 10 વર્ષનો હતો, ત્યારે મેં તને ...Read Moreહતો. અરે! તારાં તો લગ્ન પણ થઈ ગયાં છે." અનન્યાએ અંજલી તરફ જોઈને કહ્યું "ખૂબ સુંદર વહુ લાવ્યો છે તું." "અનુ! તું આ શું બોલે છે? કરણ તારાં જીજાજી છે." અંજલી બોલી અનન્યા પાછી કૃણાલ પાસે જઈને બેસી ગઈ. તે બંનેનાં હાવભાવ અને દેખાવ, વાતાવરણને ભયાનક બનાવી રહ્યાં હતાં. "તમે કોઈ અમને ઓળખતાં નથી?" કૃણાલે કહ્યું. "કંઈ વાંધો નહીં. હું
  • Read Free

Best Gujarati Stories | Gujarati Books PDF | Gujarati Love Stories | Keval Makvana Books PDF Matrubharti Verified

More Interesting Options

  • Gujarati Short Stories
  • Gujarati Spiritual Stories
  • Gujarati Fiction Stories
  • Gujarati Motivational Stories
  • Gujarati Classic Stories
  • Gujarati Children Stories
  • Gujarati Comedy stories
  • Gujarati Magazine
  • Gujarati Poems
  • Gujarati Travel stories
  • Gujarati Women Focused
  • Gujarati Drama
  • Gujarati Love Stories
  • Gujarati Detective stories
  • Gujarati Moral Stories
  • Gujarati Adventure Stories
  • Gujarati Human Science
  • Gujarati Philosophy
  • Gujarati Health
  • Gujarati Biography
  • Gujarati Cooking Recipe
  • Gujarati Letter
  • Gujarati Horror Stories
  • Gujarati Film Reviews
  • Gujarati Mythological Stories
  • Gujarati Book Reviews
  • Gujarati Thriller
  • Gujarati Science-Fiction
  • Gujarati Business
  • Gujarati Sports
  • Gujarati Animals
  • Gujarati Astrology
  • Gujarati Science
  • Gujarati Anything

Best Novels of 2023

  • Best Novels of 2023
  • Best Novels of January 2023
  • Best Novels of February 2023
  • Best Novels of March 2023

Best Novels of 2022

  • Best Novels of 2022
  • Best Novels of January 2022
  • Best Novels of February 2022
  • Best Novels of March 2022
  • Best Novels of April 2022
  • Best Novels of May 2022
  • Best Novels of June 2022
  • Best Novels of July 2022
  • Best Novels of August 2022
  • Best Novels of September 2022
  • Best Novels of October 2022
  • Best Novels of November 2022
  • Best Novels of December 2022

Best Novels of 2021

  • Best Novels of 2021
  • Best Novels of January 2021
  • Best Novels of February 2021
  • Best Novels of March 2021
  • Best Novels of April 2021
  • Best Novels of May 2021
  • Best Novels of June 2021
  • Best Novels of July 2021
  • Best Novels of August 2021
  • Best Novels of September 2021
  • Best Novels of October 2021
  • Best Novels of November 2021
  • Best Novels of December 2021
Keval Makvana

Keval Makvana Matrubharti Verified

Follow

Welcome

OR

Continue log in with

By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"

Verification


Download App

Get a link to download app

  • About Us
  • Team
  • Gallery
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Refund Policy
  • FAQ
  • Stories
  • Novels
  • Videos
  • Quotes
  • Authors
  • Short Videos
  • Free Poll Votes
  • Hindi
  • Gujarati
  • Marathi
  • English
  • Bengali
  • Malayalam
  • Tamil
  • Telugu

    Follow Us On:

    Download Our App :

Copyright © 2023,  Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.