ધૂન લાગી - 32

  • 1.7k
  • 1k

10:00 વાગ્યે બધાં કરણનાં ઘરે પહોંચી ગયાં હતાં. ત્યાં ધૂમધામથી કરણ અને અંજલીનું સ્વાગત કરવામાં આવ્યું. બૅન્ડવાજા, ફટાકડાં અને પુષ્પવર્ષા સાથે તેમની આગતા-સ્વાગતા થઈ. શર્મિલાજીએ કરણ અને અંજલીની આરતી ઉતારીને, તેમનું ઘરમાં સ્વાગત કર્યું. અત્યાર સુધી જે કરણનું ઘર હતું, તેને પોતાનું ઘર બનાવી, અંજલી તંડુલકળશ ઢોળી અને કુમકુમ પગલે અંદર પ્રવેશી. પછી કરણ અને અંજલીએ મંદિરમાં જઈને ભગવાનજીની આરતી કરી. ત્યારબાદ અંગૂઠી શોધવાની, પુષ્પ પસંદ કરવાની અને થાળ ગોઠવવાની વગેરે રસમો થઈ. બધી રસમો પૂર્ણ થયાં બાદ કરણ અને અંજલી તેમનાં રૂમમાં ગયાં. રૂમમાં પ્રવેશતાં જ તેમનાં પર પુષ્પવર્ષા થઈ. તેમનાં રૂમને ગુલાબનાં ફૂલો, મીણબત્તીઓ અને લાઈટો વડે શણગારવામાં