દશાવતાર - પ્રકરણ 51

(72)
  • 3k
  • 2
  • 1.6k

          છત પર હંગામો થયો. શૂન્યો ભયભીત અને અસ્વસ્થ હતા. એ માત્ર બે જ શબ્દો બોલતા હતા – શ્રાપ અને મૃત્યુ. જાણે કે એ કોઈ મંત્ર જપતા હોય. નિર્ભય સિપાહીઓ આઘાતમાં હતા. એમણે એમના એક માણસને એમની આંખો સામે મરતો જોયો હતો અને એમની જાતિ મુજબ એમના હૃદયમાં ક્રોધ અને બદલાની ભાવના જન્મી હતી પરંતુ દેવતાનો ડર ધુમાડાની જાડી પરત જેમ બધાના દિલો દિમાગ પર છવાયેલો હતો.           “મૌન... નહિતર હવે તમારો વારો છે.” દેવતાએ એ કાળદંડ ફરી કમર પાછળ ભરાવ્યો જેનાથી એણે મનહરને શ્રાપ આપ્યો હતો. એનો ચહેરો ભાવહીન હતો. જાણે એણે કંઈ કર્યું જ ન