સમયની ચાલે....

  • 1.7k
  • 1
  • 694

કલા અને કામિની બેઉ પાક્કી બેનપણીઓ,ક્યાંય જવુ આવવું,કોલેજ જવુ,પ્રવાસ જવુ કે ક્યાંક કોઇ સગાંને ત્યાં લગ્ન પ્રસંગ હોય તો પણ તે સાથે જ જાય.ગામમાં બન્નેનાં અલગ અલગ જગ્યાએ ઘર છતાં કલા કામિનીના ઘેર જતી હોય કે કામિની કલાને ત્યાં ઊંઘી જાય.રસોડે કે ખેતરે કામ હોય તો સાથે જ હોય.કલા-કામિનીનાં સખીપણાં એટલાં મજબૂત કે એક બીમાર થાય તો તેની સાથે બીજી પણ બીમાર થઇ જાય.કોલેજમાં હમણાં કોરોના મહામારીના કારણે તે બેઉની રજાઓ હતી.શિક્ષણ કાર્યમાં મેડિકલ કોલેજ ક્યારે ખુલે તેની કોઈજ નક્કી તારીખ થઇ શકતી ન્હોતી.તેથી બન્ને સખીઓની કોલેજ જવામાં દોડધામ હતી નહીં.આખો દિવસ ઘરમાં તેમનો સમય પસાર થતો જતો હતો.દૂરના એક