લાખા ફુલાણીનું ઈતિહાસ - ભાગ 6

  • 3k
  • 1.5k

અને જાણ જે કે મારું ચાલશે ત્યાં સુધી હું તને કટકેય નહીં મૂકું, મામાનું લૂણ. ""ભાઈ ! મારે વેર નથી લે__! ""ખબરદાર ! ચાર હત્યાનું પાપ ! પિતૃદ્વોહનું પાપ ! યાદ રાખજે_સોમવારે , શિવાલય, સાંજરે ! "એટલું બોલી રાખાઈશે ઘોડી વાળી. અંધારામાં એના ડાબલા ગાજા રહ્યા. કોઈએ કોઈનું મોં પણ જોયું નહિ. આંખો ન મળી. ફકત અવાજે અવાજ ભેટયા. "ઉભો રહે ભાઈ "એવો સાદ કરતો મૂળરાજ અટારીમાં ઉભો રહ્યો. "વાહ મારા ફરજંદ ! વાહ સોલંકી ! રંગ તારા શામધરમને ! ને રંગ તારા પુત્રધરમને ! "પ્રાગડના દોરા ફૂટે તે પહેલા તો રાખાઈશ આટકોટના ગઢમાં દાખલ થઈ ગયો. ખાસદારે તો ઊનું