મને આ લગ્ન મંજૂર નથી.

  • 1.9k
  • 1
  • 726

વાર્તા:- મને આ લગ્ન મંજૂર નથીવાર્તાકાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીસંગીતાને કંઈ જ સમજાયું નહીં. બધાં એને ઘુરી ઘુરીને જોઈ રહ્યાં હતાં. એ કૉલેજથી ઘરે આવી ત્યારે ઘરે મહેમાન બેઠેલાં હતાં. લગભગ દસેક જણાં હશે. એણે બહુ ધ્યાનથી નહીં જોયું, અને ફટાફટ પોતાનાં રૂમમાં જતી રહી. પણ એટલું જરૂરથી નોંધ્યું કે ત્યાં બેઠેલાં દરેક જણાં એને જ જોઈ રહ્યાં હતાં અને જેવી એ ત્યાંથી બીજા રૂમમાં ગઈ કે તરત જ બધાંએ અંદર અંદર ગુસપુસ ચાલુ કરી દીધી.હજુ તો સંગીતા રૂમમાં માંડ પહોંચી હશે ને એની મમ્મી પણ ત્યાં પહોંચી ગઈ. સંગીતાને કહ્યું, "ફટાફટ હાથ પગ ધોઈ લે અને અહીંયાં આવી જા.