લવરને અવર નહીં

  • 1.5k
  • 574

લવરને અવર નહીં. શોભા અને શંભુ બેઉ પાક્કા લવેરિયાં.શોભાને શંભુ વગર ના ચાલે અને શંભુને શોભા વગર ન ચાલે.દરરોજ બેઉ ક્યાંકને ક્યાંક બગીચે રખડવા જાય.કોઈ વખત અંબાજી,આબુ આંટો મારી આવે.પાટણના કોઈ મંદિર કે બગીચા એમને બાકી મેલ્યા નહીં.કોઈ અવાવરું જગ્યા પણ બંને એ છોડી નહીં.સરસ્વતી નદી કે રેતીવાળો મસ્ત કિનારો હોય કે રેતી ચોરી ચોરી લોકોએ મોટા મસ ખાડામાં પણ બેઉએ પ્રેમની મસ્તી માણી છે.બેઉ પાટણની એક ખાનગી કંપનીમાં નોકરી કરતાં હતાં એટલે ઘરનાં લોકોને મળવા અને પ્રેમનું પારાવાર સુખ પામવા કોઈ બહાનું બતાવવું નહોતું પડતું.*******એક વખત શંભુ અને શોભા સરસ્વતી તીર્થ પર ભ્રાતા મેળામાં ઉપડી ગયાં. લાંબા નદીના પટમાં