Don't underestimate the lover books and stories free download online pdf in Gujarati

લવરને અવર નહીં

લવરને અવર નહીં.
😀😀
શોભા અને શંભુ બેઉ પાક્કા લવેરિયાં.
શોભાને શંભુ વગર ના ચાલે અને શંભુને શોભા વગર ન ચાલે.
દરરોજ બેઉ ક્યાંકને ક્યાંક બગીચે રખડવા જાય.કોઈ વખત અંબાજી,આબુ આંટો મારી આવે.
પાટણના કોઈ મંદિર કે બગીચા એમને બાકી મેલ્યા નહીં.
કોઈ અવાવરું જગ્યા પણ બંને એ છોડી નહીં.સરસ્વતી નદી કે રેતીવાળો મસ્ત કિનારો હોય કે રેતી ચોરી ચોરી લોકોએ મોટા મસ ખાડામાં પણ બેઉએ પ્રેમની મસ્તી માણી છે.બેઉ પાટણની એક ખાનગી કંપનીમાં નોકરી કરતાં હતાં એટલે ઘરનાં લોકોને મળવા અને પ્રેમનું પારાવાર સુખ પામવા કોઈ બહાનું બતાવવું નહોતું પડતું.
*******
એક વખત શંભુ અને શોભા સરસ્વતી તીર્થ પર ભ્રાતા મેળામાં ઉપડી ગયાં. લાંબા નદીના પટમાં આખી રાત ઘુમતાં ઘુમતાં સાથે શેરડીનો સાંઠો ચુસતાં ચુસતાં આગળ ચાલ્યાં જતાં શંભુ ના વાંહે જોરથી ધબ્બો પડ્યો.
પાછું ફરી બન્ને એ જોયું તો શંભુ નો દોસ્ત કોઈ કન્યાનો હાથ પકડીને મરક મરક હસતો હતો. એના હાવભાવ પરથી શંભુ એ એને વાંચી લીધો....
અલ્યા ! સાગરિયા આ કુંવારી નદી ક્યાંથી લઇ આવ્યો?
સાગર મલકાતો બોલ્યો.... તારા સાથે ચોટીને ચાલે છે તે રૂપેણ ક્યાંથી લાવ્યો?
ચારેય જણે સામ સામે તાળીઓના તાલે પરિચય મેળો કરી લીધો.અને ચારેય જ્ણ એક નાનકડી કીટલી પાસે કડક કોફીનો ઓર્ડર આપી દીધો.મેળો જામેલો હતો.દૂર દૂર માઈકના ઘોંઘાટ અને નાના મોટા પાથરણાં પાથરીને બેઠેલા ધંધાવાળાના અવાજમાં તેઓએ કોફીની લિજ્જત માણી.કારતકી પૂનમ હતી એટલે ઠંડીની મોસમમાં પોત પોતાની પ્રિયતમા સાથે રખડવાની મોજ માણતા તેઓ એક કરતબ કરતા નાનકડા શૉ માં ઘૂસ્યાં.
માંકડી માંકડાના ખેલ ખેલવતા મદારી બોલે છે... મકડી સામે જોઈ....ચાલ તારા પતિના પગ દબાવ! માંકડી માથું ધુણાવી ના પાડે છે.ત્યાં માંકડાભાઈ એક ડાંગ લઈને માંકડીને ઉગામે ત્યાંતો માંકડી પગ દબાવવાનું ચાલુ કરે છે.
આ ખેલ જોઈ આ ચારેય જ્ણ ખુબ હસે છે.શંભુ કેય છે શોભાને આજે મારા પગ દુઃખે છે.તો શોભા બોલી મારા પર્સમાં દુખાવાની ટેબ્લેટ છે! આપી દઉં.... ત્યાં ચારેય જણ ખડખડાટ હસી પડે છે
****
એક દિવસ શોભા અને શંભુ બેઉ એક ગુંગડી તળાવના ઘટાટોપ ઝાડની ઓથમાં રોમાન્સ કરતાં હતાં અને શંભુ સગી ભાભીના હાથે ઝડપાઈ ગયા.રંગે હાથ ઝડપાઈ જતાં બુરી બલા આવી એમ સમજી ભાગવા જતાં,બાજરીના રોટલા બનાવી બનાવી કેટલાયે મહેમાનોને જમાડી જમાડી મજબૂત બનેલા ભાભીના બાવળાએ શંભુને પલકવારમાં પકડી પાડ્યો.પછી શંભુએ માફી માગી કે મારી પ્યારી ભાભી હવે આ ગુંગડી એ કદાપિ નહીં આવું.
દિયર શંભુને ત્યાંજ શિવશંભુના સોગંદ ખવડાવી ભાભીએ પછી દિયરનો હાથ છોડ્યો.પરંતુ ગામડાની ભોળી ભાભી ભાઈ પરણી લાવ્યો એટલે શંભુ શું બોલ્યો તે સમજ ભાભી સુશીલાને ન પડી.અને પેલી શોભા પણ શરમની મારી શંભુની ભાભીને સમયસુચકતા વાપરી(નમે તે સૌને ગમે)સાષ્ટાંગ પ્રણામ કરી બોલી સુશીલા ભાભી હવે અમેં ક્યારેય ગુગડી નહીં આવીએ.પછી શોભા અને શંભુ બેઉ ત્યાંથી જીવ લઈને ભાગ્યાં.
*****
એક વખત સિદ્ધિ સરોવરે શોભાનો જનમ દિવસ મનાવવા બેઉ ભેગાં થયાં.શંભુ અગાઉથી કેકનો ઓર્ડર આપી ચુક્યો હતો.અને એના મિત્રને મોબાઈલ દ્વારા સુચના અપી ચુક્યો હતો.કે હું miss call કરું એટલે તારે જ્યાં અમેં બેઠાં છીએ ત્યાં તરતજ આવી જવાનું.
બરાબર સમયે બેઉ સિદ્ધિ સરોવર ગાર્ડનના બાંકડે બેઠાં અને મિત્ર પરેશ શોભાના જન્મદિવસની ઉજવણીની પેક કેક લઇને આવ્યો.મિત્ર એ બેઉની સમક્ષ બોક્સ ખોલી ને તૈયાર રાખી ત્યાં બગીચાની રક્ષા કરતા પાટણ નગરપાલિકાના પગારદાર ચોકિયાત દોડતા આવીને કેક લઇ લીધી અને શંભુ સહિત પરેશ અને શંભુ પ્રેમિકા શોભા રંગે હાથ ઝડપાઈ ગયાં.
ચોકિયાત કહે પોલીસ કેસ કરું.અહીં કેમ ગંદકી કરવા આવ્યાં છો?
શંભુ સમજી ગયો એટલે એણે એના ખિસ્સામાંથી ક્ક્ડકડતી સોની કરન્સી ચોકિયાતને પકડાવી દીધી.ચોકિયાત ખુશ થતાં થતાં બોલ્યો... કાયમ આવી જજો આવી કેકું કાપવા હો મિત્રો.!!!
શંભુ ખંધુ હસીને તીરસી નજરે બબડ્યો:બેટા હવે સિદ્ધિ સરોવર આવીએ તો તું સો સો ની કડકડતી ભાળીશ ને!
પછી ત્રણેય જણે
"Wish you happy birthday shobhna"
ગાઈ અને કેક કાપી "birthday " મનાવ્યો.
શોભા અને શંભુ બેઉ મેરિડ ન્હોતાં.
શોભા શંભુ કંપનીમાં જોબ લાગ્યો તેના અઠવાડિયામાં જ દિલ દઈ બેઠી હતી.બેઉ સારુ એવું કમાઈ લેતાં હતાં.ઘરે મદદ પણ કરતાં હતાં અને સપનું સાકાર કરવા બેઉ પોસ્ટની અંદર બચત ખાતું ખોલાવી બચત પણ કરતાં હતાં.બન્નેના ખર્ચા બેઉ સરખે ભાગે વહેંચી લેતાં.ક્યારેય બેઉ વચ્ચે રૂપિયાના ગોટાળા કે તકરાર ન હતી.અને બેઉ ભરપૂર પ્રેમમાં પાગલ હતાં.
તેઓ રાણીની વાવે જતાં સેલ્ફીના ચક્કરમાં પથ્થર સાથે અથડાતાં એ પ્રેમીઓ વિર મેઘમાયા ના ટેકરે હવા ખાવા જતાં. અને પટોળાવાળા ને ત્યાં પટોળું પહેરી શોભા કહેતી શંભુ! હું કેવી લાગુ છું? ત્યાંથી તે પંચાસરા પશ્વરનાથ મંદિરે દર્શન કરી પાટણ નગરના સ્થાપક વનરાજ ચાવડાને નમન કરી જૈન મ્યુઝીયમ જોઈ શંભુને મનમાં થતું..... મારી શોભા માટે મસ્ત "શોભા મહેલ" બનાવીશ...
એક વખત બેઉ કાંકરિયા ઝૂ જોવાં ગયાં.ત્યાં ચીંપાઝી જોઈ શોભા એ કીધું શંભુ! આ પ્રાણીને આપણે આપણા ઘેર આપણે મેરેજ કરીએ ત્યારે લઇ જઈશું.
તો હાજર જવાબી શંભુ બોલ્યો... શું હું એક થોડો છું જે આ ચિંપાન્ઝીમાં મોહે છે?
અને બેઉ ખડખડાટ હસતાં હસતાં કાયમ સમરણો માણતા જુદાં પડતાં.
સવારનો પહોર હતો.પાટણમાં જુલાઈ માસમાં અતિ ભારે વરસાદ વરસતો હતો.શોભા પોતાનું ટિફિન લઇ કંપનીમાં જવા નિર્ધારિત સમયે નીકળી.હાથમાં છત્રી લઇ પાણીથી છલોછલ રસ્તાઓમાં એ નીકળી પડી.પાછળથી કોઈ બાઈક વાળો જોરથી સ્લીપ ખાઈ ગયો.સાથે શોભાને ટકરાઈને બાઈકવાળો સીધો પાણી છલોછલ ગટરમાં ગરકાવ થઇ ગયો.બાઈક ખુલ્લા પડેલા ગટરના ઢાંકણે અટકી ગ્યું.શોભા બચી તો ગઈ પરંતુ મગજમાં એ ગરકાવ થઇ ગયેલા બાઈક સવારની ચીસો પળવારમાં બંધ થઇ ગઇ અને ભયભીત એક ચીસે શોભા પણ મગજ ગુમાવી બેઠી.
શંભુને ખબર પડી કે શોભ મગજના કોઈ એક ખાનગી દવાખાને સારવાર હેઠળ છે.તે કંપનીમાં જવાની જગ્યાએ સીધો દવાખાને પહોંચ્યો તો શોભા પોતાના મુખે કોઈ વિચિત્ર બકવાસ કરતી પલંગમાં પડી હતી અને ડોક્ટર નર્સ અને શોભનાનો ભાઈ એમ બધાં હાથ પગ પકડીને દોરડે બાંધતાં હતાં.પળવાર શંભુ આ દ્રુષ્ય જોઈને ચક્કર આવી ગયા અને તે દવાખાનાના રૂમમાંજ પડી ગયો.
હાજર ડોક્ટર અને નર્સ સૌએ એને ત્રિપાઈ ઉપર બેસાડી લીંબુ પાણી પાયું.ત્યાં શોભાની નજર શંભુ પર પડી બોલી :
શંભુ તું અહીં કેમ?
એણ તેણીને સામે સર્વ વૃતાંત કહ્યું.શોભા વધુ સ્વસ્થ બની અને તેને હોસ્પિટલ પરથી રજા મળી.
શંભુ દરરોજ તેની ખબર પૂછવા શોભા na ઘેર આવવા લાગ્યો.અને શોભનાનું હસતું મુખડું જોઈ જોબ પર જતો.શોભના સ્વસ્થ થઇ પુનઃ જોબ પર ગઇ.તે સમયની શંભુ વાટ જોઈ ને બેઠો હતો.બેઉ મળ્યાં... ભેટી પડ્યાં.... શંભુ હવે તને છોડી ને હું ક્યાંય નહીં જાઉં.
શંભુ બોલ્યો તો તું કેમ દવાખાને પાગલ જેમ વર્તન કરતી'તી?
શોભા બોલી:
"મારા શંભુ ભોળા હું તારી યાદ સાથે જીવું છું,કોળિયો ખાઉ છું,નોકરી કરું છું,ઘરકામ કરું છું,ઊંઘું છું.આ બધામાં જે ભાઈ ગટરમાં ગરકાવ થઇ ગયા એ તું જ છે તેવું મનમાં આવતાં મગજ બહેર મારી ગ્યું."
અરે!!...
આટલુ મગજ કાચું ન રાખ! તારી તબિયતનું ધ્યાન રાખ.!!! તારી સાથે હું એક નથી.તારો પરિવાર છે... તને એ લોકો પણ પ્રેમ કરે છે.તેનું પણ વિચારવું જોઈએ ને પાગલ!
બેઉનો પવિત્ર પ્રેમ જોઈ કંપનીમાં કામ કરતા દરેક જણે બન્ને ના પરિવારને વાત કરી.
"શંભુ અને શોભા એક છે, એને જુદાં ન પાડશો."
અને એ
"વેલેન્ટાઈન્ડ ના દિવસે એ પરણી પણ ગયાં...".
- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય)