પઠાન

(25)
  • 3.1k
  • 1
  • 1.1k

પઠાન-રાકેશ ઠક્કરશાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાન' બોક્સ ઓફિસ પર એક પછી એક જૂના રેકોર્ડ તોડવા સાથે નવા પણ બનાવી રહી છે. હિન્દી ફિલ્મો હવે દક્ષિણની ફિલ્મોને ટક્કર આપી શકશે નહીં એવી નિરાશાવાદી વિચારધારા ધરાવનારાને જ નહીં એનો વિરોધ કરનારાને પણ 'પઠાન' આંચકો આપી ગઇ છે.શાહરૂખ પર શંકા કરનારા ખોટા પડ્યા છે. ચાર વર્ષ પછી એણે ધમાકેદાર પુનરાગમન કર્યું છે. ચાર દિવસમાં સૌથી ઝડપી રૂ.૨૦૦ કરોડની ક્લબમાં આવનારી 'પઠાન' ત્રણ શીખ આપી ગઇ છે. સૌથી પહેલી વાત એ છે કે બોલિવુડમાં બૉયકૉટનો ટ્રેન્ડ સ્થાયી ન હતો અને એટલો અસરકારક ન હતો. એ ટૂંકાગાળા માટે જ રહ્યો છે. 'પઠાન' પછી એ સમાપ્ત થઇ