એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૩૧

  • 2k
  • 1
  • 676

સવારના લગભગ પોણા નવ વાગ્યા હતા.કાવ્યા હજી એના રૂમમાં નિરાંતે સૂતી હતી.એના રૂમની બારી આગળ લગાવેલા કર્ટન્સમાંથી તડકાનું એક કિરણ એના મોઢા પર પડી રહ્યો હતું.જેના કારણે અજવાળું આવવાથી એની ઊંઘમાં ખલેલ પહોંચી રહી હતી તેથી એ બીજી તરફ મોઢું ફેરવીને સુઈ ગઈ.એટલામાં એના ફોનમાં એલાર્મ વાગ્યું એટલે એ ઝટકો મારીને ઉભી થઈ ગઈ.કારણ કે,કાવ્યા જે ટાઈમનું એલાર્મ મૂકીને ઊંઘતી એ પહેલાં જ એ ઉઠી જતી અને એલાર્મ બંધ કરી લેતી પણ આજે તો એલાર્મ રણકયું હતું.એને લાગ્યું કે,"હું આટલી બેભાન અવસ્થાવાળી ઊંઘમાં કેવી રીતે સુઈ ગઈ.મને તો આવી ઊંઘ કોઈ દિવસ નથી આવતી પણ મજા આવી ગઈ.આજ એવું ફીલ