ત્રિકોણીય પ્રેમ - 2

(13)
  • 2.7k
  • 2
  • 1.8k

ભાગ….૨ (બાવાજીના આશ્રમમાં આત્માનંદ મહારાજ પ્રવચન આપે છે. પ્રવચન બાદ એક માણસ પોતાની તકલીફ કહેવા બાવાજી મહારાજ જોડે જાય છે. હવે આગળ... ) "આત્માનંદ મહારાજ કી જય... બાવાજી મહારાજ, મને ઉગારો. મને આ તકલીફમાંથી ઉગારો. તમે જ મારો આશરો છો, હું તમારા પાસે બહુ આશાથી આવ્યો છું. મારો ઉદ્ધાર કરો." આત્માનંદ મહારાજે તે માણસ તરફ ધ્યાનથી જોયું તો, 'હાથની આંગળીઓમાં જેટલા ગ્રહો એટલી વીંટી, ગળામાં રુદ્રાક્ષની માળા અને દસેક તોલા જેવી ભારે ચેન, હાથમાં સોનાની ભારે લકી, દેખાવ પરથી અને કપાળ પરથી તેની તેજસ્વીતા અને અમીર હોવાની સાબિતી આપી રહ્યા હતા.' આત્માનંદ મહારાજના શિષ્યે પૂછ્યું કે, "શું તકલીફ છે, બાળક?