મોસમ આવી પરીક્ષાની

  • 1.8k
  • 552

વાંચન દ્વારા વ્યક્તિના વ્યક્તિત્વનો વિકાસ થાય છે.જીવનના દરેક તબક્કે વાંચનનો શોખ અને સાહિત્ય પ્રકાર બદલાતા રહે છે.આજે વાત કરવી છે કારકિર્દીના પ્રથમ અને મહત્વના તબક્કે ઉભેલ બોર્ડના વિદ્યાર્થીએ પરીક્ષાને અનુરૂપ કેવું વાંચન કરવું જોઈએ અને તે સંદર્ભે વાલીએ કઈ રીતે મદદરૂપ થવું જોઈએ તે.બાળક વધુમાં વધુ ગુણ મેળવે પણ ઓછી મહેનત અને યોગ્ય દિશામાં મહેનત કરે તે માટે આટલું જરૂર ધ્યાન રાખીએ:સ્વસ્થ શરીર નિયમિત જીવન શૈલી અને પોષણક્ષમ આહાર દ્વારા મન સ્વસ્થ રહે છે આથી બાળકની જીવન ચર્યા યોગ્ય રીતે ગોઠવાય તે જરૂરી છે જેમાં સમજપૂર્વકનું, શાંત, સ્વસ્થ વાંચન ને અનુરૂપ સમય રાખો.વાંચન શરૂ કરતા પહેલા થોડો સમય ધ્યાન યોગનો