કલ્મષ - 9

(31)
  • 2.7k
  • 2
  • 1.5k

વિવાન હતપ્રભ હતો પોતાની આત્મકથા વાંચીને. એવું લાગતું હતું કે લખનાર અન્ય કોઈ નહીં પણ એ પોતે જ હતો. મૂળ નામ નિશિકાંત નામ જાણનાર હતી ગણતરીની વ્યક્તિઓ. માસ્તરસાહેબનું કુટુંબ, ગામલોકો, પ્રોફેસર સાહેબ, ઇરા તેની માતા સુમન. માસ્તરસાહેબના કુટુંબ સાથે તો સંબંધ દિવાળીના દિવસોમાં ફોનથી આશીર્વાદ માટે થતા એક ફોન જેટલો રહ્યો હતો. ગામ તો ક્યાંય પાછળ છૂટી ગયું હતું. બાકી રહી તે ઇરા, એ એની દુનિયામાં વ્યસ્ત હતી. આટલા આંગળીના વેઢે ગણી શકાય તેટલા લોકો સિવાય વિવાન અને નિશિકાંત વચ્ચેનો સંબંધ કોઈ જાણતું નહોતું. આમાંથી કોને કસૂરવાર ઠેરવવા? આત્મકથા પ્રગટ થયા પછી બે દિવસ તો ફોન, ઇમેઇલ અને સંદેશના જવાબ