કલ્મષ - Novels
by Pinki Dalal
in
Gujarati Fiction Stories
વિવાને પોતાની રીસ્ટ વોચ પર નજર નાખી . સવારના પહોરમાં પેસેન્જરોની ભીડ જામી નહોતી. ધુમ્મસને કારણે ઘણી ફ્લાઇટ કેન્સલ થઇ ચૂકી હતી એટલે કે પછી કારણ ગમે તે હોય એરપોર્ટ પર ગણ્યાગાંઠ્યા પેસેન્જરો ટહેલી રહ્યા હતા. ફ્લાઇટ બોર્ડ કરવાને ...Read Moreકલાક બાકી હતો. પાસે રહેલી કાફે પર જઈ એને લાતે ઓર્ડર કરી. ગરમાગરમ કોફી લઇ ત્યાં જ જમાવ્યું . કાફેની બરાબર સામે જ રહેલા બુક સ્ટોલમાં શોભી રહેલા પોતાના પુસ્તકો જોઈ એક રોમાંચની લાગણી સમગ્ર શરીરમાં ફરી વળી.
અલબત્ત, વિવાન માટે આ કોઈ નવો અનુભવ નહોતો. માત્ર ઇન્ડિયામાં જ નહીં હવે તો વિદેશમાં પણ તેના પુસ્તકો બેસ્ટસેલર શ્રેણીમાં ગણતરી પામતા હતા , એનો નશો વિવાન જયારે પણ પોતાના પુસ્તકોને બુકસ્ટૉલમાં શોભતા જોઈ મન પર છવાઈ જતો હતો.
વિવાનની ઇન્ડિયન માયથોલોજી પર આધારિત નવલકથાઓ થોડા જ સમયમાં દેશ વિદેશમાં ભારે ચકચાર મચાવીને લોકપ્રિય થઇ ચૂકી હતી. વિવાને ગરમ કોફીની એક ચુસ્કી લીધી. હળવેકથી ઉભો થઇ બુક સ્ટોલ પાસે ગયો. સ્ટોલ પર હાજર વ્યક્તિ સાથે પોતાના પુસ્તકો કેવી રીતે ચપોચપ ઉપડે છે એ સાંભળવાનો નશો પણ રોકડો કરવો હતો.
વિવાને પોતાની રીસ્ટ વોચ પર નજર નાખી . સવારના પહોરમાં પેસેન્જરોની ભીડ જામી નહોતી. ધુમ્મસને કારણે ઘણી ફ્લાઇટ કેન્સલ થઇ ચૂકી હતી એટલે કે પછી કારણ ગમે તે હોય એરપોર્ટ પર ગણ્યાગાંઠ્યા પેસેન્જરો ટહેલી રહ્યા હતા. ફ્લાઇટ બોર્ડ કરવાને ...Read Moreકલાક બાકી હતો. પાસે રહેલી કાફે પર જઈ એને લાતે ઓર્ડર કરી. ગરમાગરમ કોફી લઇ ત્યાં જ જમાવ્યું . કાફેની બરાબર સામે જ રહેલા બુક સ્ટોલમાં શોભી રહેલા પોતાના પુસ્તકો જોઈ એક રોમાંચની લાગણી સમગ્ર શરીરમાં ફરી વળી. અલબત્ત, વિવાન માટે આ કોઈ નવો અનુભવ નહોતો. માત્ર ઇન્ડિયામાં જ નહીં હવે તો વિદેશમાં પણ તેના પુસ્તકો બેસ્ટસેલર શ્રેણીમાં ગણતરી પામતા
પ્રકરણ 2 પ્રયાગરાજથી પાછા ફર્યાને બે દિવસ વીતી ચૂક્યા હતા . વિના કોઈ કારણ અગમ્ય બેચેની ઘર કરી ગઈ હોય તેવું પ્રતીત થતું રહ્યું વિવાનને. તે પાછળનું કારણ શોધવા કેટલો પ્રયાસ કર્યો પણ મન હાથથાળી દેતું રહ્યું અને અચાનક ...Read Moreપ્રકાશ પડ્યો. હા, કદાચ સ્વામીજીએ સાવધાન રહેવાની જે વાત કરી એ વાત સુષુપ્ત મગજમાં કોઈ ખૂણે ઘર કરી ગઈ હતી એ સિવાય નવું તો કશું વિશેષ થયું નહોતું. ફોનની રિંગે વિવાનની વિચારધારામાં ભંગ પડ્યો. સામે છેડે રાજેન ગોસ્વામી હતો.'તો કેવું રહ્યું પ્રયાગરાજ , વિવાન?' રાજેન ગોસ્વામી સાથેના સંબંધો જ એવા હતા કે ગોસ્વામી વિવાનને તુંકારે સંબોધન કરી શકતા. 'એઝ યુઝઅલ
વિવાને ઘરે આવીને કપડાં બદલી બેડમાં પડતું મૂક્યું. સાંજનો બનાવ એને વ્યગ્ર કરી ગયો હતો. આત્મકથાનું પુસ્તક કારમાં જ ઉથલાવવા માંડ્યું હતું પણ બેકલાઇટના પ્રકાશમાં સરખું કળી શકાયું નહોતું. સાઈડ લેમ્પના ઉજાસમાં પુસ્તકનું મુખપૃષ્ઠ ખરેખર સુંદર લાગતું હતું. વિવાન ...Read Moreઆગ્રહી હતો. જો પોતે આ પુસ્તક બહાર પડ્યું હોત તો આ તમામ બાબતોનો ખ્યાલ રાખ્યો હોત, એવી જ ચીવટથી કવર ડિઝાઈન થયેલું હતું. પોતે આ કવરની ડિઝાઇન વર્ષો પૂર્વે બનાવેલી એ ચીજ હૂબહૂ કોઈના દિમાગમાં કઈ રીતે ઉદ્ભવી શકે એ વાત જ અજાયબી ભરેલી હતી. પ્રકરણ પહેલાનો જ ઉઘાડ થતો હતો સૂકાંભટ્ટ ખેતરમાં.. મે મહિનાનો સૂરજ આકરા મિજાજમાં હતો .
મધરાત થવા આવી હતી પણ વિવાનની આંખમાં નિદ્રારાણીના આગમનની કોઈ નિશાની જણાતી નહોતી. કલર્સ ઓફ લાઈફનું પહેલું પ્રકરણ વાંચીને જ વિવાન વિચારે ચઢી ગયો હતો. આ કામ જાણભેદુ સિવાય કોનું હોય શકે ? પણ, એ જાણભેદુ કોણ? પોતાની જિંદગીના ...Read Moreપાનાં તો સાવ ગોપનીય હતા. એમાં ડોકિયું કરવું એટલે પોતાના મનમાં ડોકિયું કરવું. વિવાને મનને પજવતાં વિચારોથી પીછો છોડાવવો હોય તેમ બાલ્કનીમાં જઈ સિગરેટ જલાવી. આજનો અધ્યાય અહીં જ સમાપ્ત.. કાલે તો એક જરૂરી બિઝનેસ મિટિંગ પણ છે. વિવાને વિચાર્યું. વિવાનના પુસ્તકો સોનાની ખાણ સાબિત થઇ રહ્યા હતા એનો ફાયદો ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પણ લેવો હતો. જૂના પુસ્તકોના રાઈટ માટે એક
મધરાત વીતી ચૂકી હતી છતાં વિવાનની આંખમાં નિદ્રારાણી પધારે એવી નિશાની નહોતી. પોતાનો જ અતીત એવી રીતે ખેંચી રહ્યો હતો જાણે કોઈ રસમય નવલકથાના પાનાં. માની ઠંડી પડી રહેલી ચિતાને જોઈ રહેલા કિશોર સંપૂર્ણપણે હોશમાં હતો. એને ખબર હતી ...Read Moreહવે પાસે ન તો કોઈ છત હતી ન કોઈ સહારો. નિશિકાંત સાથે છેવટ સુધી ઉભા રહ્યા હતા માસ્તરસાહેબ.એમણે નિશિકાંતના માથે હાથ ફેરવ્યો અને ખભાને હળવેથી થપથપાવ્યો.કેટલી હૂંફ હતી એ સ્પર્શમાં, જાણે મધદરિયે અટવાતી કોઈ નૈયાને દિશા મળી ગઈ હોય.નિશીકાંતે પાછળ ફરીને માસ્તરસાહેબની સામે જોયું ત્યારે એમાં ફક્ત દેખાઈ મમતા.'ચાલ નિશિકાંત , મારી સાથે... 'સાહેબ બોલ્યા.નિશીકાંતને સમજતા વાર ન લાગી કે
પ્રકાશનું આમ અચાનક ચાલી જવું નિશિકાંત પર અસર કરી ગયું હતું. એ વાત સાચી હતી કે પ્રકાશ ઘણી વાતોમાં નિશીકાંતથી કતરાતો રહેતો. ખાસ કરીને જયારે બે જણની સરખામણી થતી ત્યારે. એ માટે જવાબદાર હતા માસ્તરસાહેબ પોતે. નિશિકાંત માત્ર ભણવામાં ...Read Moreનહીં બધી રીતે ખંતીલો હતો. આ વાત માટે થઈને પ્રકાશને વારંવાર શિખામણના બે શબ્દ સાંભળવા પડતા. જે વાત પ્રકાશને ભારે કઠતી હતી. પરંતુ, શહેરમાં આવ્યા પછી પરિસ્થિતિ બદલાઈ ચૂકી હતી. વારંવાર રોકટોક કરવા માસ્તરસાહેબ તો હાજર નહોતા. બે યુવાનો પોતાની રીતે ભણતા, કામ કરતા અને કમાતા હતા. છતાં, ટોકવા જેવી વાત એ હતી કે નિશિકાંત કમાણીનો થોડો હિસ્સો માસ્તરસાહેબને ભૂલ્યા
પ્રકરણ 7 ખડકીથી પૂણે જતી બસમાં નિશીકાંતના મનમાં સતત એક જ વાત ઘૂમરાતી રહી કે દસ લાખ રૂપિયાની જોગવાઈ કરવી કઈ રીતે ?પોતે ક્ષણભર પણ વિચાર કર્યા વિના માસ્તરસાહેબને ધરપત તો આપી દીધી પણ પોતે ક્યાંક વધુ પડતું તો ...Read Moreકહી દીધું ? એ વાત કહી દેવા પૂર્વે વિચાર કરી લેવો જરૂરી હતો. દસ લાખ રૂપિયા એવી રકમ નહોતી કે દસ દિવસમાં તેની જોગવાઈ કરી શકાય. વિચારનું વહેણ એવું તીવ્ર થતું ગયું કે નિશિકાંતની હથેળીમાં પરસેવો વળવા લાગ્યો. પોતે આપી દીધેલા વચન પર માસ્તરસાહેબ નચિંત થઇ ગયા પણ જો એ જોગવાઈ ન થઇ શકી તો ?તો સુધાનું શું થશે ?તો
પ્રકરણ 8 પહેલીવાર નિશીકાંતને લાગ્યું હતું કે જિંદગીની ટ્રેન રફ્તાર પકડી રહી છે. માસ્તરસાહેબની સુધાના લગ્ન ધામધૂમથી લેવાઈ ગયા હતા. પ્રકાશની ગાડી પણ હવે પાટે ચઢી રહી હોવાની નિશાનીઓ સાફ દેખાતી હતી. માસ્તરસાહેબને માટે નાણાંની જોગવાઈ કર્યા પછી નિશીકાંતને ...Read Moreહતું કે આખરે જિંદગીએ એક મોકો આપ્યો હતો ઋણ ફેડવાનો. અન્યથા બિચારા થઈને લેવાનો જ યોગ જિંદગીએ સર્જ્યો હોય તેવી લાગણી સતત થતી રહેતી.પ્રોફેસર શ્રીવાસ્તવે સમજીને જ પગાર વધારી આપ્યો હતો , છતાં એ લોન ચૂકવવા માટે પૂરતો નહોતો.હવે નિશીકાંતે દર મહિને ટ્યુશન કરવા શરુ કર્યા હતા, છતાં દર મહિને ત્રીસ હજાર રૂપિયાનો હપ્તો ચૂકવવા માટે બીજાં કામ કરવા અનિવાર્ય
વિવાન હતપ્રભ હતો પોતાની આત્મકથા વાંચીને. એવું લાગતું હતું કે લખનાર અન્ય કોઈ નહીં પણ એ પોતે જ હતો. મૂળ નામ નિશિકાંત નામ જાણનાર હતી ગણતરીની વ્યક્તિઓ. માસ્તરસાહેબનું કુટુંબ, ગામલોકો, પ્રોફેસર સાહેબ, ઇરા તેની માતા સુમન. માસ્તરસાહેબના કુટુંબ સાથે ...Read Moreસંબંધ દિવાળીના દિવસોમાં ફોનથી આશીર્વાદ માટે થતા એક ફોન જેટલો રહ્યો હતો. ગામ તો ક્યાંય પાછળ છૂટી ગયું હતું. બાકી રહી તે ઇરા, એ એની દુનિયામાં વ્યસ્ત હતી. આટલા આંગળીના વેઢે ગણી શકાય તેટલા લોકો સિવાય વિવાન અને નિશિકાંત વચ્ચેનો સંબંધ કોઈ જાણતું નહોતું. આમાંથી કોને કસૂરવાર ઠેરવવા? આત્મકથા પ્રગટ થયા પછી બે દિવસ તો ફોન, ઇમેઇલ અને સંદેશના જવાબ
પ્રોફેસર શ્રીવાસ્તવની તબિયત સુધારા પર હતી પણ એનો અર્થ એવો નહોતો કે તેમને હોસ્પિટલમાંથી રજા મળી જાય. છેલ્લાં ત્રણ દિવસમાં વારંવાર પ્રેશરમાં ફ્લક્ચ્યુએશન જોવા મળ્યું હોવાથી ડોકટરની સલાહ હતી કે પ્રોફેસર શ્રીવાસ્તવે હોસ્પિટલમાં વધુ રહી તમામ ચેકઅપ કરાવવા રહ્યા.ચેકઅપ ...Read Moreરહેતા હતા પણ પરિણામ કોઈ આવી રહ્યું નહોતું.આ દિવસો દરમિયાન હોસ્પિટલમાં રહેલા શ્રીવાસ્તવ સાથે વિવાન પડછાયાની જેમ રહ્યો હતો. પ્રોફેસર માટે રાતદિવસ મેલ નર્સ સાથે હોવા છતાં વિવાન સગા દીકરાની જેમ ખડેપગે ઉભો રહ્યો હતો.સાથે ઇરા પણ હતી. ત્રણેની મંડળી હોસ્પિટલમાં જામતી ત્યારે ભુલાઈ જતું કે પ્રોફેસર બીમાર છે, એટલે હોસ્પિટલમાં છે.રાત્રે વિવાન પ્રોફેસર સાથે રહેતો અને સવારે તૈયાર થવા
આ વિવાન પોતાનું ઘર ક્યારે લેશે ?' સુમનનો આ સંવાદ સાંભળી સાંભળીને પ્રોફેસરનું માથું ફરી ગયું હતું.સુમનની જગ્યાએ બીજું કોઈ હોત તો બરાબરની સુણાવી દેતે પણ આ સગી બહેન ને તે પણ દુ:ખિયારી. સાસરીમાં સુમનનું ખાસ ઉપજતું નહોતું એટલે ...Read Moreભાઈ પાસે મદદ માંગવા આવી હતી. ઈરા ઉચ્ચ અભ્યાસ કરી શકે એ અર્થે આવી હતી પણ સુમન દ્વારા થતી એકની એક વાત પ્રોફેસર શ્રીવાસ્તવને મૂંઝવણમાં મૂકી ગઈ હતી. પ્રોફેસર બહેનના આ દુરાગ્રહથી ભારે વ્યથિત હતા. વિવાનને જોઈને જ એવી લાગણી થતી હતી જે પોતાના લોહી માટે થાય. એવામાં સુમનનો આવો હઠાગ્રહ પ્રોફેસરને વ્યથિત કરી રહ્યો હતો. વિવાને આ વાતચીત સાંભળી
આખરે પ્રોફેસર શ્રીવાસ્તવ સાથે શું સંબંધ હતો ? કોઈ નહીં. લોહીનો સંબંધ નહોતો તે છતાં વિવાન પ્રોફેસરનો અસ્થિકુંભ લઈને ઋષિકેશ ગયો હતો. અસ્થિને ગંગાજીમાં વહાવવા.. પ્રોફેસર શ્રીવાસ્તવનો આ ફેવરિટ વિષય હતો. મૃત્યુ પછીનું જીવન. વિવાન સાથે આ વિષય પર ...Read Moreવાતો થતી રહેતી . એ અકલ્ટ સાયન્સના અચ્છા જાણકાર હતા. આખું જીવન મનોગત વિજ્ઞાનની સાધનામાં ગયું હતું અને વિવાનના આવ્યા પછી એની સાથે થતી ચર્ચામાં વિવાન એટલું તો તારવી શક્યો હતો કે પ્રોફેસર ભલે હોય નાસ્તિક પણ આ બધામાં ઊંડો રસ ધરાવે છે. કોઈએ કહ્યું નહોતું છતાં વિવાન પોતે અસ્થિકુંભ લઈને નીકળી પડ્યો હતો. એ ત્યાં હતો ત્યારે જ ત્યારે
શનિવારનો દિવસ હતો. ન્યુયોર્કની ભીડમાં ધમધમતાં રસ્તાઓ શાંત અજગરની જેમ પડ્યા હતા. એક તો વિક એન્ડ અને બાકી હોય તેમ ચાર દિવસ ભારે હિમવર્ષા થવાની આગાહી. વાતાવરણમાં ખાસ કોઈ ચહેલપહેલ નહોતી. ઇરાએ બારી બહાર નજર નાખી. તૂટીને હિમવર્ષા થઇ ...Read Moreહતી, જાણે આગાહીને શબ્દશ: સાચી ઠેરવવી હોય તેમ. નાનાં , આરામદાયક અપાર્ટમેન્ટમાં ફાયર પ્લેસની જલતી જ્વાળાની હૂંફમાં કોફીના ઘૂંટ ભરી રહેલી ઇરાનું મન ભારે વ્યાકુળ હતું . વ્યાકુળતાનું કારણ હતી તેના ખોળામાં પડેલી કલર્સ ઓફ લાઈફ. વિવાનની ઓટોબાયોગ્રાફી.થોડા દિવસ પૂર્વે વિવાનની ઑટો બાયોગ્રાફીના ન્યુઝ ઇન્ડિયન ચેનલ અને ઇન્ડિયન પેપર્સમાં વાંચ્યા હતા. એ પછી ન્યુયોર્ક ટાઇમ્સએ પણ સન્ડે સપ્લીમેન્ટમાં કલર્સ ઓફ