તૂ જૂઠી મૈં મક્કાર

(29)
  • 2.8k
  • 1
  • 930

તૂ જૂઠી મૈં મક્કાર-રાકેશ ઠક્કરરણબીર કપૂર અને શ્રધ્ધા કપૂરની ફિલ્મ 'તૂ જૂઠી મૈં મક્કાર' નો પ્રચાર સાચી રીતથી થયો હોત તો હજુ વધુ દર્શકોને આકર્ષી શકાયા હોત. ફિલ્મનો પ્રચાર એક રોમેન્ટિક- કોમેડી ફિલ્મ તરીકે થયો હતો પરંતુ અસલમાં આ એક પારિવારિક ફિલ્મ હોવાનો સમીક્ષકો અને દર્શકોનો અભિપ્રાય છે. એક પારિવારિક ફિલ્મનો એક જૂઠી છોકરી અને એક મક્કાર છોકરાની પ્રેમવાર્તા તરીકે ટ્રેલરમાં પણ પ્રચાર થયો હતો. ત્યારે એમ લાગતું હતું કે આ એક સામાન્ય લવસ્ટોરીની ફિલ્મ છે. તેનું કારણ એમ લાગે છે કે નિર્દેશક લવ રંજને અત્યાર સુધી 'પ્યાર કા પંચનામા' અને 'સોનૂ કે ટીટુ કી સ્વીટી' જેવી યુવાનોની ફિલ્મો આપી