અંધારી રાતના ઓછાયા. - (ભાગ- ૧૭)

(17)
  • 2.2k
  • 1.5k

ગતાંકથી..... થોડીવાર બાદ પેલો ઠીંગણો માણસ બોલ્યો : " આજે રાત્રે તમે અહીં આવવાના છો એમ મેં ધાર્યું નહોતું."પ્રશાંતે જોયું કે મંયક થડકતા અવાજે કંઈ કહેવા જાય છે દરમિયાન ચાંઉ ચાંઉ ફરીથી ઉતાવળા પગલે ડ્રોઈંગ રૂમ રૂમમાં આવ્યો. ઉશ્કેરાટથી તેનું મોઢું વિકૃત બની ગયું છે.તે તરત જ પહેલાં ઠીંગણા માણસની પાસે જઈને તેના કાનમાં કંઈક અગત્યની વાત કરવા લાગ્યો. ઈશ્વરે પ્રશાંતને એક ખાસ ગુણ સમર્પ્યો હતો ;તેની શ્રવણેન્દ્રિય આશ્ચર્યકારક કામ કરતી . કુતરા જેમ સૂંઘવાની શક્તિ માટે પ્રખ્યાત છે તેમ પ્રશાંત શ્રવણેન્દ્રિયના આશ્ચર્યકારક વપરાશ માટે જાણીતો હતો. જે અવાજ સામાન્ય રીતે માણસ સાંભળી ન શકે તે પ્રશાંત સારી રીતે સાંભળી